Back

મોરબીમાં સાયકલયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું: રાત્રે લોકડાયરો યોજાયો

મોરબી: ભગતસિંહ ક્રાંતિ દળ આયોજીત રન ફોર ભગતસિંહ સાયકલયાત્રા  સોમનાથથી દિલ્લી જવા નીકળેલ છે. જે મોરબી પહોંચી હતી. જેમાં મોરબીના મુખ્ય સમય ગેઈટ પાસે વિવિધ સંસ્થાઓ માતૃવંદના ટ્રસ્ટ, યંગ ઈન્ડિયા ગુપ્ર, ક્રાંતિકારી સેના, યુનાઈટેડ યુથ જીવદયા કેન્દ્ર, વાત્સલ્ય ન્યુઝ મોરબી, સ્વચ્છતા અભિયાન સમિતિ, યુવા આર્મી ગ્રુપ તથા સ્કુલ  અને નાગરિકોએ સાયકલવિરોનું ઉમળાભેર સ્વાગત કરી સાયકલ વિરોને વધાવ્યા હતા.

દેશની આઝાદીમાં હસ્તા મુખે પ્રાણની આહુતિ આપનાર વિર સપુત શહિદ ભગતસિંહને ભારતરત્ન અપાવવાની માંગ સાથે  નીકળેલ સાયકલયાત્રા મોરબી પહોંચતા જ દેશભક્તિમાં રંગાઈ વંદે માતરમ્, ઈન્કાલ જીંદાબાદ, જેવા નારાથી મોરબી ગુજી ઉઠ્યું હતુ. મોરબીના મુખ્ય સમય ગેઈટ પર પહોંચેલી સાયકલ યાત્રાનું સ્વાગત કરી મોરબીના મુખ્ય માર્ગો  પર ફરી હતી. અને ઠેર ઠેર સાયકલયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને મહાપુરુષો ક્રાંતિકારીઓની પ્રતિમાને પુષ્પ અર્પણ કરવામાં આવેલ હતા. રાત્રે ૯ કલાકે સરદાર બાગ સામે ક્રાંતિકારી સેના, વાત્સલ્ય ન્યુઝ, માતૃવંદના ટ્રસ્ટ, યુનાઈટેડ યુથ જીવદયા ગ્રુપ, યંગ ઈન્ડિયા ગુપ્ર દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાહિત્યકાર અનુદાન ગઢવીએ દેશભક્તિ અને શહિદે આઝમ ભગતસિંહ વિશે સાહિત્યનું મોરબીજનોને રસપાન કરાવ્યું. આ લોકડાયરામાં મોરબીજનોએ નોટોનો વરસાદ વરસાવ્યો હતો.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..