Back

LRD મુદ્દે સરકારનો મોટો નિર્ણય, એલઆરડીની બેઠકો વધારવાની જાહેરાત

ગાંધીનગરમાં એલઆરડી ભરતી વિવાદને લઇને ચાલી રહેલા આંદોલનને ઉકેલવા માટે ગુજરાત સરકારે બહુ મોટી જાહેરાત કરી છે. હવે 62.5 ટકા મેળવેલી કોઇ પણ જ્ઞાતિની વિદ્યાર્થિનીઓની ભરતી કરવામાં આવશે. રાજ્ય સરકારે એલઆરડી ભરતીની બેઠક વધારી કુલ 5 હજાર 227 કરી છે. જે અંતર્ગત જનરલ કેટેગરીમાં 883 ભરતી કરવામાં આવશે, જ્યારે કે બક્ષી પંચમાં કુલ 1 હજાર 834ને બદલે 3 હજાર 248 મહિલાઓની ભરતી થશે. તો એસટી કેટેગરીમાં 476ના સ્થાને કુલ 511 મહિલાઓની ભરતી થશે.

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..