Back

સુરતઃ પાંડેસરાના કોર્પોરેટર વાનખેડેના ગેરકાયદેસર બાંધકામ સામે કોઇ પગલાં ન લેતાં મ્યુ.ની ક.મી બંછાનીધિ પાનીને નોટિસ

સુરત શહેર મા આવેલ પાંડેસરા વિસ્તાર ના BJP કોર્પોરેટર ડોક્ટર દેવીદાસ વાનખેડે  વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટ મેં ૨૦૧૯ ગેરકાયદેસર બાંધકામનો કેસ ચાલી રહ્યો હતો.જેમાં કોર્ટ દ્વારા બાંધકામ ગેરકાયદેસર હોય તો તેના વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા નો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.પરંતુ ઘણો સમય વિતી ગયા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી.જેના લીધે ગૌતમ પટેલ દ્વારા હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી.જેમાં ગૌતમ પટેલ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે સુરત મહાનગર પાલિકા કમિશનર દ્વારા ઇરાદાપૂર્વક કોઇ કાર્યવાહી કરાઇ નથી.અને કોર્ટનો હુકમ હોવા છતાં પણ તે હુકમનો અનાદર થયોછે.આ પિટિશન પર તારીખ ૧૨/૦૨/૨૦૨૦ ફેબ્રુઆરીના રોજ સુનવણી થતા કોર્ટ દ્વારા સુરત મહાનગર પાલિકા કમિશનર બંછાનીધિ પાનીને સામે નોટિસ કાઢી હતી. જેમા ૨૭/૦૩/૨૦૨૦ના રોજ હાજર રહેવા આદેશ કરાયો છે. આમાં એક પ્રશ્ન એ પણ થાય છે કે કાયદો બધા માટે હોય છે જો એક સામાન્ય માણસના ગેરકાયદેસર બાંધકામ ને તોડિ નખાય છે.તો પછી કોર્ટ હુકમ બાદ પણ આવા કોર્પોરેટરના ગેરકાયદેસર બાંધકામને ન તોડવુ  એ પણ એક પ્રશ્નોનો વિષય છે