Back

નેત્રંગ : વાલીઆ APMC ખાતે ટેકા નાં ભાવે તુવેર ની ખરીદી શરૂ થતા ખેડુતો ખુશ.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

વાલીઆ : ચાલુ ખરીફ સીઝન વર્ષ દરમ્યાન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી વાલીઆ નાં મુખ્ય યાર્ડ વાલીઓ ખાતે ગુજરાત રાજય નાગરીક પુરવઠા નીગમ દ્વારા તુવેર નાં ટેકા ના ભાવ પ્રતિ કિવન્ટલ રૂા . ૫,૮૦૦/- નાં ભાવે થી ખરીદી તા . ૧૫-૦૨-૨૦૦ નાં રોજ થી શરૂ કરવામાં આવતાં ખેડુતો માં હાલ . આનંદ ની લાગણી ફરી વળી છે. એ.પી.એમ.સી. વાલીઆ ને તુવેર ખરીદ સેન્ટર ની ફાળવણી મેળવવા તથા અંકલેશ્વર , હાંસોટ અને નગંગ નાં ખેડુતો ને ટેકા નાં ભાવે તુવેર વેચવામાં સરળતા રહે તે માટે અંકલેશ્વર , હાંસોટ અને પછાત વિસ્તાર ગણાતા નેત્રંગ તાલુકા ને એ.પી.એમ.સી.
વાલીઆ નાં સેન્ટર માં મર્જ કરવામાં સરકારશ્રી માં મંજૂરી મેળવવા માટે ગુજરાત સરકાર નાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ રજુઆત કરેલ. તુવેર ખરીદી મુહંત માં બજાર સમિતિ નાં ચેરમેનશ્રી સંદીપસિંહ માંગરોલા, ભા.જ.પા ના અગ્રણી બળવંતસિંહ ગોહીલ , બજાર સમિતી નાં વાઇસ ચેરમેનશ્રી પ્રવિણસિંહ સુરતીયા , હાદીકસિંહ વાંસદીયા તથા ર્બોડ ઓફ ડીરેકટર્સ , ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ - વાલીઆ ગોડાઉન મેનેજર શ્રી મનીષભાઇ પટેલ તેમજ મોટી સંખ્યામાં ખેડુતો હાજર રહયા હતા.

આ પ્રસંગે ગણેશ સુગર અને બજાર સમિતી વાલીઆ નાં ચેરમેનશ્રી નિવેદન માં જણાવ્યું છે કે ચાલુ વર્ષે હાલ તુવેર નાં બજાર ભાવ પ્રતિ કિવન્ટલ ૪,૯૦૦/- થી ૫,૦૦૦/- રૂપીઆ હોય બજાર ભાવ અને ટેકા ના ભવ માં મોટો તફાવત હોય ટેકા નાં ભાવે ખરીદી થી ખેડુતો નો આર્થિક ઉત્કર્ષ થશે . તેમજ ચાલુ વર્ષે અંદાજીત આજદીન સુધી ૬૦૦૦૦ કિવન્ટલ જેટલો કપાસ સી.સી.આઈ દ્વારા પ્રભાત સહકારી જીન વાલીઆ ખાતે રૂ ૫,૫૦૦/- નાં ટેકા નાં , ભાવે ખરીદી કરી ખેડુતો ને પોષણક્ષમ ભાવ આપવામાં આવેલ છે . | તુવેર નાં ટેકા ના ભાવે ખરીદી શરૂ કરતા ખેડુતો ને પોષણક્ષમ ભાવ મળશે તે બાબતે સરકાર ની કામગીરી ની સરાહના કરીએ છીએ પરંતુ ચાલુ સિઝન દરમ્યાન અતિવૃષ્ટિ તથા પાક નુકશાન નાં કારણે ખેડૂતો એ તુવેર નૂ વાવેતર માં ધણો વિલંબ થયેલ હોય તેમજ તુવેર વેચાણ અર્થે ઓનલાઇન રજીસ્ટેશન ની પ્રકીયા થી મોટા ભાગ નાં ખેડુતો વંચિત રહી ગયેલ હોય ખેડૂત સમાજ ગુજરાત વતી તુવેર નાં ઓન લાઇન રજીસ્ટ્રેશન ની મુદત માં વધારો કરવા સરકારશ્રી માં રજુઆત કરવામાં આવશે .

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..