Back

ફ્રેન્ડસ મારવાડા યુવા ગ્રુપ ભુજ દ્વારા મેડિકલ લાભાર્થે આંબેડકર ટ્રોફી 2020 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

બિમલ માંકડ

વાત્સલ્ય ન્યુઝ બ્યુરો ચીફ કચ્છ

રિપોર્ટર : ગૌતમ બુચિયા


ભુજ: ભુજના કોડકી રોડ પર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફ્રેન્ડસ મારવાડા યુવા ગ્રુપ ભુજ ઉપક્રમે મેડિકલ લાભાર્થે મારવાડા સમાજ આંબેડકર ટ્રોફી 2020 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એકત્ર થયેલ ફંડ - ફાળો જય ભીમ મેડિકલ યુનિયન આપવામાં આવ્યું છે.ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભુજ,ગાંધીધામ, અંજાર,જામથડા એમ કુલ ચાર ટીમોએ ભાગ લીધો તેમજ ૧૨ અવરની આ ટુર્નામેન્ટ રાખવામાં આવી હતી.જેમાં સેમી ફાઇનલમાં જામથડા ટીમનો વિજય થયો હતો.વિજેતા ટીમને મેડલ તેમજ ટ્રોફી દ્વારા સન્માન કરવામાં આવ્યો હતો.પધારેલા વિવિધ મહાનુભવોએ પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા.અંજાર - જામથડા અને ભુજ- ગાધીધામ વચ્ચે રમાયેલ મેચમાં મેન ઓફ ધ મેચ અનુક્રમે  વિશાલ  મંગરીયા અને અભિષેક, ફાઇનલ મેન ઓફ ધ મેચ સુરેશ પરમાર,મેન ઓફ ધ સિરિઝ અભિષેક,બેસ્ટ બેસ્ટમેન અભિષેક,બેસ્ટ બોલર સુરેશ પરમાર વગેરે પોતાની કળા દ્વારા હુનર દર્શાવ્યો હતો.

ક્રિકેટ ટુર્નામેન્ટમાં કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા,રમેશ સીજુ,પચાણ સંજોટ, પુરૂષોત્તમ ગોરડિયા,યુવા પત્રકાર ગૌતમ બુચિયા,પત્રકાર દીપક સીજુ,ગોવિંદ જેપાર,અર્જુન મારવાડા,ભાવેશ મારવાડા,જયંત મારવાડા,અમૃત જોગલ,લલિત બુચિયા,દેવજી સીજુ,ગણેશ ખોયલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકો મનોજ મારવાડા,ચમન કુવંટ, કલ્પેશ કુવંટ,હર્ષદ સંજોટ દ્વારા ખૂબ જ સુંદર આયોજન સાથે ટુર્નામેન્ટ સફળ બનાવવા આવી હતી.

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..