Back

એસ . ઓ. યુ. ની ટિકિટ ના વધુ નાણાં ખંખેરતી રાજકોટની ટ્રાવેલ એજન્સી સામે ફરિયાદ

રાજકોટની આર. સી. ટ્રાવેલ એજન્સીના માલિક ને પકડવા તજવીજ હાથ ધરાઈ


કેવડીયાકોલોની -અનીશ ખાન
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા દિવસે દિવસે પ્રવાસીઓની સંખ્યા માં વધારો. શનિ-રવિની રજાના આ દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા તે દરમિયાન પોતાની ફરજ પર હાજર પી.એસ.આઇ કે  કે પાઠક  પ્રવાસીઓની ટિકિટ ચેક કરતા હતા ત્યારે રાજકોટના 8 પ્રવાસીઓને ટિકિટ પર  વ્યૂઇંગ ગેલેરી પર જવાના 380 રૂપિયા ની ટિકિટ ના દર ની જગ્યાએ 420 લખેલા તે અધિકારીને જણાયા હતા જોકે પ્રવાસી ની ટિકિટ સ્કેન થઈ જવાને લીધે અંદર જવા દેવાયા હતા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના અધિકારીઓને જાણ કરતાં રાજકોટની આર.  સી.  ટ્રાવેલ્સ એજન્સી એ પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરવા મામલે પોલીસ સ્ટેશનને એ ટ્રાવેલ્સ એજન્સી સામે ફરિયાદ દાખલ કરી છે ઉપરાંત તેના માલિક ને પકડવા તજવીજ હાથ ધરાઇ છે આ અગાઉ પણ બે ફેબ્રુઆરીના રોજ દસ જેટલા પ્રવાસીઓ સાથે થયેલી છેતરપિંડીમાં કેવડીયા પોલીસ મથકે અમદાવાદ નારાયણપુરા ની રાવ ટ્રાવેલ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો ત્યારે આ બીજી ઘટના બની છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા રાજકોટના 8 પ્રવાસીઓ  વ્યૂઇંગ ગેલેરી ચેકીંગ પોઇન્ટ પરથી પ્રવેશ કરતાં તે સમયે બારકોડ સ્કેનિંગ કર્યુ ત્યારે માલૂમ પડેલ કે  આ ટિકિટોના દર માં ટ્રાવેલ એજન્સી છેડછાડ કરી ટિકિટની કિંમત 380 રૂપીયા હતી તેના બદલે 420 રૂપિયા લખી પ્રવાસી સાથે ટિકિટ દીઠ રૂપિયા 40 ને કુલ રૂપિયા 320 વધુ વસૂલી છેતરપિંડી આચાર્ય નું સ્થળ પર હાજર સ્ટાફ ને ધ્યાને આવતા નાયબ મુખ્ય વહીવટદાર નિલેશ દુબે ને જાણ કરાતા તેઓએ કાયદેસરની કાર્યવાહી કરવા  ટિકિટ કો-ઓર્ડીનેટર અહેસાન અલી સૈયદ દ્વારા કેવડીયા પોલીસ સ્ટેશનમાં યોગ્ય ધારાધોરણ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે અગાઉ પણ બે ફેબ્રુઆરીના રોજ દિલ્હીના 10 જેટલા પ્રવાસીઓ પોતાની ટિકિટ સ્કેનિંગ કરાવી રહ્યા હતા તે દરમિયાન તેમની ટિકિટ પર રૂપિયા 1260હોવાનું ફરજ ઉપરના સ્ટાફ અને પી.એસ.આઇ કેકે પાઠકને ધ્યાનમાં આવતા ટિકિટ ઉપર થયેલી છેડખાની પકડી પાડી હતી ખરેખર 1030 રૂપિયા નક્કી કર્યા છે પણ ટિકિટ દીઠ રૂપિયા 200 વધારે લેવામાં આવ્યા હતા

ગુરુડેશ્વર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..