Back

પંચમહાલ:પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા અંગે ૧લી માર્ચે પ્રથમ પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી


   

 મધ્યગુજરાત પ્રદેશમાં એડવેન્ચર સ્પોર્ટસની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા ગિરનાર આરોહણ-અવરોહણની પ્રખ્યાત સ્પર્ધાની માફક પંચમહાલ જિલ્લામાં પાવાગઢ આરોહણ-અવરોહણની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 

    પંચમહાલ જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર માર્ચ 1,2020ના રોજ પાવાગઢ ખાતે પ્રથમ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજવામાં આવશે. આ સ્પર્ધા બે વર્ગમાં જુનિયર ભાઈઓ/બહેનો (14 થી 18 વર્ષ માટે) તેમજ સિનિયર ભાઈઓ/બહેનો (19 થી 35 વર્ષ માટે) યોજવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ગુજરાતના વતની ભાઈઓ/બહેનોએ નિયતનમૂનાનું ફોર્મ મેળવી પ્રવેશપત્ર ભરીને તા. 25/02/2020 સુધી રૂબરૂ  અથવા ટપાલ મારફતે ગોધરાના જિલ્લા સેવાસદન-રના રૂમ નં.35 ખાતે આવેલી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ખાતે મોકલી આપવાનું રહેશે. 

    રાજ્યના અન્ય જિલ્લામાંથી ભાગ લેવા માંગતા સ્પર્ધકો માટે પ્રવેશપત્રનો નમૂનો તથા સ્પર્ધાના નિયમો માટે જે-તે જિલ્લાના રમત-ગમત અધિકારીની કચેરીનો સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારીયાદીમાં જણાવાયું છે.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..