Back

કર્ણાવતી ક્લબ માં યોજાશે મહિલા દિવસ નો ભવ્ય કાર્યક્રમ. ફેશન શૉ,ફોટોગ્રાફી સ્પર્ધા અને બીજું ઘણું બધું.

કર્તવ્ય ફાઉન્ડેશન ગુજરાત, ધ ફૂટેજ અને કર્ણાવતી કલબ અમદાવાદ દ્વારા આગામી વિશ્વ મહિલા દિવસની ઉજવણીનાં ભાગ સ્વરૂપે "શક્તિ સ્ત્રીઑત્સવ" ૨૦૨૦ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મહિલાઓ માટે ટ્રેડિશનલ ફેશન શૉ, ૧૧ વિશિષ્ટ મહિલાઓ નું સન્માન અને તે સાથે જ ગુજરાતમાં સૌ પ્રથમ ‘ ડિફરન્ટ શેડ્સ ઓફ ઇન્ડિયન વુમન’ ના નામે ફોટોગ્રાફી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેનું પ્રદર્શન તા.૭ અને ૮ માર્ચ 2020 માં અમદાવાદ ખાતે યોજવામાં આવશે. 

સ્પર્ધાનો વિષય ભારતીય નારીનાં વિવિધ રૂપોને દર્શાવે તેવો રહેશે અને આ સ્પર્ધામાં નિચે દર્શાવેલ ફોટોગ્રાફીનો શોખ ધરાવતા વ્યક્તિઓ ભાગ લઇ શકશે. 

1. પ્રોફેશનલ ફોટોગ્રાફર

2. શોખ ધરાવતા ફોટોગ્રાફર 

3. મોબાઈલ ક્લિકસ.

આ સ્પર્ધામાં કોઈપણ ઉમરનાં સ્પર્ધક ભાગ લઈ શકશે અને જેના માટે રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. 

આ સ્પર્ધામાં પ્રથમ આવનાર વિજેતાને ૨૧૦૦૦, બીજા ક્રમના વિજેતાને ૧૧,૦૦૦ અને ત્રીજા નંબરે આવનાર વિજેતાને ૫૦૦૦ રૂ. નું રોકડ ઇનામ અને ટ્રોફી સાથે ગિફ્ટ વાઉચર પણ આપવામાં આવશે. 

તો આજે જે રજીસ્ટર કરાવવા માટે નીચે આપેલા નંબર પર વોટ્સઅપ કરો અને તમારી વિગત આપો.

WhatsApp on 7600487998.

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..