Back

વાપીમાં લોકોએ શેરી રમતો રમી, નૃત્ય સાથે સ્ટ્રીટ ફોર ઓલ ફુલ્લિ ફન કાર્યક્રમ માણ્યો

દક્ષિણ ગુજરાતના વાપીમાં લોકોએ શેરી રમતો રમી, નૃત્ય સાથે સ્ટ્રીટ ફોર ઓલ ફુલ્લિ ફન કાર્યક્રમ 


સતિષ પટેલ વલસાડ


વાપીમાં રવિવાર વહેલી સવારે અબાલ વૃદ્ધ સૌ કોઇ માટે નો વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વર્ષોથી ગલીમાં રમાતી રમતો આજના મોબાઈલ યુગમાં ભુલાઈ  રહેલી રમતો .જેને વાપીના 15 હજારથી વધુ જ શહેરીજનોએ યાદ કરી હતી. ભુલાયેલી રમતો સાથે આજની યુવાપેઢીએ પોતાની મનપસંદ રમતોનો ડાન્સ અને મ્યુઝિકના સથવારે અનોખો આનંદ ઉઠાવ્યો હતો.


ગુંજન વિસ્તારમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, વાપી નોટિફાઇડ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સેવાભાવી, રોટરી જેવી સંસ્થાઓએ  કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વાપીમાં અંદાજીત પંદર હજાર થી વધુ લોકોએ શેરી રમતો અને નૃત્યના સથવારે આનોખો કાર્યક્રમ રવિવારે વહેલી સવારથી વાપીના ગુંજન શહેરીજનોએ ગલીનીએ ભુલાયેલી રમતો રમી હતી. જે આજના મોબાઇલ યુગમાં સાવ ભુલાઈ ગઈ છે. ગુંજન વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમમાં સેલ્ફી પોઇન્ટ પર લોકો સેલ્ફી લેતા હતા. યોગગુરુ પાસે યોગાસન શીખતાં હતાં. યુવાનો ગિલ્લી ડંડા રમતા હતાં, બાળકો હિન્દીગીતના સથવારે ડાન્સ કરતા હતા. કેટલાય યુવાનો અને યુવતીઓ પોતાનું કૌવત બતાવવા રાસ્સા ખેંચમાં ભાગ લઈ તાકાતનો પરચો બતાવતા હતાં, તો ગાયકી ક્ષેત્રે પોતાના કંઠનો જાદુ પાથરતા બાલકલાકારો ડીજેના તાલે મોટેરાઓને નચાવતા હતા. કોઈ કેરમ ઉસ્તાદ કેરમ રમ્યા, સટોળીયું, નારગોલ, લ્યુડો, ક્યુબ સોલ્યુશન રમતા બાળકો સાથે કોઈ બાળક શતરંજમાં માત આપતો હતો. યુવાનો અને યુવતીઓ ફ્યુઝન ડાન્સ, અરેબિક ડાન્સ, હરે રામ હરે કૃષ્ણની ધૂન સાથે દાંડિયા રમતા હતા, તો બાળકો ટાયર ગેમ, સ્કેટિંગ, પાટિયા ચાલ અને દોરડા કુદતા હતાં. આ બધી જ રમતો વાપીમાં હતી, જેને વાપીના શહેરીજનો ઉમળકાભેર માણી હતી. આ અદભુત કાર્યક્રમ અંગે વાપી વાસીઓએ જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજનો સમયાંતરે થતાં રહેવા જોઈએ જેથી ભુલાયેલી રમતો અને સંસ્કૃતિનું જતન થઈ શકે. વાપીમાં અન્ય જિલ્લા કે, રાજ્યમાંથી સ્થાયી થયેલા લોકોએ આ કાર્યક્રમમાં પરિવાર સાથે આવી વિસરાયેલીએ જૂની રમતો રમી હતી. જે તેઓ આજના આધુનિક યુગમાં સાવ ભૂલી ગયા હતા. કેટલાકે પોતાના બાળમિત્રોને યાદ કર્યા હતા જેની સાથે આ રમતો રમતા હતા.  રવિવારે ગુંજનનો અંબામાતા માર્ગ શેરી રમતોનો માર્ગ બન્યો હતો. જેમાં વાપીના શહેરીજનોએ ઉમળકાભેર ભાગ લઇ પ્રાચીન-અર્વાચીન રમતો રમી શારીરિક તંદુરસ્તી મેળવી હતી.

વાપી તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..