Back

સહજાનંદ કોલેજની વિદ્યાર્થીઓને માસિક ધર્મ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન

આમ આદમી પાર્ટી દ્વારા આજે 17 ફેબ્રુઆરી એ ભુજની સહજાનંદ કોલેજની વિદ્યાર્થીઓને માસિક ધર્મ મુદ્દે માતા પિતાની મંજૂરી વગર શારીરિક તપાસ બાબતે જઘન્ય, નિંદનીય અને શરમજનક કૃત્ય કરવા માટે જવાબદાર ઈસમો સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરી કડક સજા આપવા રૂબરૂમાં ચેર પર્સન મહિલા આયોગ, ગુજરાત માનવ અધિકાર પંચ, ગુજરાત પોલીસ વડા અને કલેક્ટર શ્રી ને ગાંધીનગર ખાતે  રુબરુ આવેદનપત્ર  રજૂ કરવામાં આવ્યુ. આ સમયે પ્રદેશ મહિલા પ્રમુખ રીતુજી બંસલ, સવિતાબેન, નારણભાઇ બારોટ, દીપકભાઈ સોલંકી અને ડૉ. કલ્યાણસિંહ ચંપાવતની હાજરીમાં રુબરુ મુદ્દાસર રજુઆત કરી આવેદન પત્ર પાઠવવામાં આવેલ.

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..