Back

કાલોલ નુરાની ચોકમાં ઇસ્લામના પહેલા ખલીફા સૈયદના સિદ્દીકે અકબરના ઉર્ષની ભવ્ય ઉજવણી.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



મખ્દુમ એ ગુજરાત હુઝૂર અઝીમે મે મિલ્લત સૈયદના અઝીમુદ્દીન બાબા ઉર્ફે જુમ્મા મસ્જિદ વાળા પીર બાબા વડોદરા માં ખાનકાહેા એહલે સુન્નત ની સ્થાપના કરી અને ઇસ્લામના ચારે ખલીફા તેમજ બુઝુર્ગો ના ઉર્સની ઉજવણીની અમોને તાલીમ આપી તેમજ આપ કેહતા કે ઇસ્લામના પહેલા ખલીફા સૈયદના સિદ્દીકે અકબર પ્રત્યે મોહબ્બત રાખવી એ ઉમ્મતે મોહમ્મદીયા  પર ફરજ છે આપના પછી આપના પુત્ર હઝરત સૈયદ મોઇનુદ્દીન કાદરી બાબાની રેહબરી હેઠળ આ મુજબ કાર્યક્રમ ચાલુ રાખેલ છે ઇસ્લામના પહેલા ખલીફા સૈયદના અબુ બકર સિદ્દીક રદી ના ઉર્સની બાર દિવસ ઉજવણી ના અગિયારમાં દિવસે કાલોલમાં ઇસકે રઝા તાજ ફ્રેન્ડ સર્કલ તરફથી શાનદાર જીક્ર વાલી નાત નો પ્રોગ્રામ હઝરત મોઇનુદ્દીન બાબાના શાહબઝાદા પીરઝાદા સૈયદ કારી અમીરૂદ્દીન બાબા અને પીરઝાદા સૈયદ કબીરૂદ્દીન બાબા એ અનોખા અંદાજમાં નાત શરીફ રજુ કરી ગ્રામજનોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા બીજા દિવસે સોમવારે સવારે F.A.M. ફ્રેન્ડ સર્કલ તરફથી શાનદાર જુલૂસ કાઢવામાં આવેલ હતું જેમાં મદ્રાસા ના બાળકો તેમજ સુન્ની મુસ્લિમ સમાજના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી બારગાહે હુઝૂર સિદ્દીકે અકબર માં શ્રદ્ધા સુમન અર્પણ કરેલ હતી.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..