Back

ધાનેરા તાલુકાના ધાખા મુકામે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું ઉદઘાટન કરવામાં આવ્યું

 રિપોર્ટર  (કાળાભાઈ ચૌધરી)


ધાનેરા તાલુકાના ધાખા મુકામે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો ઉદ્ઘાટન કરવામાં આવ્યું ધાખા માં આઝાદી ના આટલા વર્ષ પછી આખરે  પી.એસ સી નું થયું ઓપનિંગ ધાખા ના સરપચ ની મહેનત આખરે રંગ લાવી ...

ધાનેરા તાલુકા નું જૂનું ગામ ગામમાં અનેક રાજકીય નેતા છે ગામ ઇતિહાસ ધરાવે છે અનેક દંત કથા સાથે સંકળાયેલું ગામ છે છતાં વિકાસ માત્ર નામનો થયો છે

પણ આ ટર્મ માં ઉત્સાહિત સરપચ આવવા ગામ માં વિકાસ ના શ્રી ગણેશ થયા સમગ્ર ગામ માં cctv કેમેરા નખયા અને આજે ગામ ની પી.એસ સી હોસ્પિટલ ની ભેટ મળી ગામ માં રાજકીય કાવાદાવા વચ્ચે વિકાસ અટવાયો હતો

પણ ઉત્સાહી સરપચે કોઈ ની પણ પરવા કર્યા વિના ધાખા માં વિકાસ નો પાયો નાખ્યો છે આરોગ્ય ની નવી ભેટ આજે ગામવાસીઓ ને મળતા ગામ લોકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો છે

જિલ્લા પંચાયત ના સદસ્ય અને અનેક આરોગ્ય અધિકારીઓ હાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની શુભ શરૂઆત થતા ધાખા અને આજુબાજુ ના અનેક ગામ લોકો ને આરોગ્ય લક્ષી સુવિધા મળી રહશે..

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ઉદ્ધાટન પસંગે ગામ ના આગેવાનો આરોગ્ય સ્ટાફ સરપંચ સહિત અન્ય લોકોએ હાજર રહી   ધાખા માં આવેલ આરોગ્ય કેન્દ્ર ની શરૂઆત ને વધાવી હતી...


ધાનેરા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..