Back

નવયુગ વિદ્યાલય - જંબુસર માં આજરોજ વાલી મીટીંગ તથા બીજી પરીક્ષા ની ઉત્તરવહી અવલોકનનો કાયૅક્રમ યોજાયો

ધોરાણ નવ થી બારમાં લેવાયેલ બીજી પરીક્ષામાં પોતાના બાળકોની ઉત્તરવહી જોઈ દરેક વાલી પોતાના બાળકોનેની પ્રગતિ વિશે માહિતગાર થાય તથા જરૂર જણાય ત્યાં પોતાના બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપે તેવા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

શાળામાં દરેક નાની નાની બાબતોમાં પણ કાળજી રાખવામાં આવે છે તે બાબતે વાલીશ્રીઓએ પોતાના અભિપ્રાયો આપ્યા હતા તથા શાળા મંડળ, શિક્ષકો અને હમ્મેશા શાળામા વિધાર્થીઓ માટે જાગૃત રહેતા આચાયૅ હિતેન્દૃસિંહ ઠાકોરનો આભાર માન્યો હતો. 

શાળાના આચાર્ય એ હંમેશા દરેક બાબતમાં સાથ સહકાર આપનાર શાળા મંડળના પ્રમુખશ્રી મહેશભાઈ સોલંકી સાહેબ, મંડળ ના ટ્રસ્ટીશ્રીઓ, શાળાના સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીઓ ,વાલીશ્રીઓ, શાળાના હિતેચ્છુઓ અને વખતો વખત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી જે સહકાર મળે છે ,પ્રેસ મિડીયાના ભાઈઓ આમ બધાનો ખૂબ ખૂબ આભાર માન્યો કર્યો હતો.

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..