Back

કાલોલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોએ કેવડિયા ખાતે ગુજરાત કારોબારીની બેઠકમાં ભાગ લીધો..

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ના  વિનોદ અમીન (કાલોલ) એક અખબારી યાદી થી જણાવે છે કે તા ૧૬/૦૨  ને રવિવાર ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે યોજાયેલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની રાજ્ય કારોબારી ની બેઠક માં કાલોલ સહિત પંચમહાલ જિલ્લાના હોદ્દેદારોએ ભાગ લીધો હતો. અને આ કારોબારીની બેઠકમાં મધ્ય સંભાગ ના સંયોજકશ્રી શરદભાઈ એમ પંડ્યા ને મહાસંઘ ગુજરાત રાજ્યના મંત્રીશ્રી તરીકે નો હોદ્દો (જવાબદારી) સોંપેલ છે.જેનાથી  કાલોલ સહિત સમગ્ર પંચમહાલ જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષકો માં આનંદ ની લહેર છવાઈ ગયેલ છે.તથા પંચમહાલ ના તમામ મહાસંઘ ના હોદદ્દેદારો એ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..