Back

ગડુ ખાતે મળેલ પ્રજાપતિ સમાજનું એક્તા સંમેલન સફળતા પૂર્વક સંપન્ન.

મારો સમાજ. મારો વિશ્વાસ. મારી તાકાત..

સમાજ એક્તા ઉપર ભાર મુકતા ઉષાબેન કુસકીયા.

રામસિંહ મોરી, સુત્રાપાડા

 

વેરાવળ તા. ૧૭/૦૨/૨૦૨૦ગડુ ખાતે દક્ષ પ્રજાપતિ સમાજ ગુજરાતના નેજા હેઠળ સમાજની વાડી ખાતે પ્રજાપતિ એકતા સંમેલન પ્રદેશ પ્રમુખ ભરતભાઈ ચાંદેગરાની અધ્યક્ષતા માં મળેલ આ સંમેલનમાં રાજ્યભર માંથી દક્ષ પ્રજાપતિ ગુજરાતના મુખ્ય આગેવાનો સહિત ગિર સોમનાથ જિલ્લાના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહી મારો સમાજ... મારો વિશ્વાસ... મારી તાકાત...  ના નારા સાથે એકતા પ્રદર્શન કરી સમાજ એક્તા ઉપર ભાર મૂકવામાં આવેલ. આ સંમેલનમાં દક્ષ પ્રજાપતિ સમાજ ગુજરાતના પ્રમુખ ભરતભાઈ ચાંદેગરા - કેશોદ, સૌરાષ્ટ્ર ઝોન ના પ્રમુખ હસમુખભાઇ વામજા - મોરબી, દક્ષિણ ગુજરાત ઝોન ના પ્રમુખ આંબાલાલ પ્રજાપતિ - સુરત, ઉત્તર ગુજરાત ઝોન ના પ્રમુખ ભાનુભાઈ પ્રજાપતિ, ગડુંના પ્રમુખ પ્રવિણભાઈ ચાવડા, વેરાવળ તાલુકા પ્રમુખ અરવિંદભાઈ ચાવડા, પ્રદેશ અગ્રણી ઉષાબેન કુસકીયા - અલ્કાબેન પ્રજાપતિ- સુરત, મગનભાઈ કોરિયા - માળિયા, કે. એન. ચિત્રોડા - ભાલકા, નાથાભાઈ લાડવા, વી. ડી. ગોહિલ, મહેન્દ્રભાઈ પ્રજાપતિ, નરેશભાઈ ઘરોડીયા- રાજકોટ, હિતેષભાઈ ભરડવા, વિજયભાઈ દેવળીયા- સોમનાથ, રતીભાઈ સીતાપરા- રાજકોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી સમાજ એક્તા ઉપર ભાર મૂકવામાં આવેલ અને નજીકના ભવિષ્યમાં સોમનાથના સાંનિધ્યમાં એક મહા એકતા સંમેલન ના આયોજન માટે ચર્ચા વિચારણા કરવામાં આવેલ એમ ગુજરાત પ્રદેશ અગ્રણી ઉષાબેન કુસકીયાની અખબારી યાદીમાં જણાવાયું છે.