Back

ઊંઝા તાલુકાના ડાભી રોડ ઉપર ઈકો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત ઇકો ચાલકનું સારવાર દરમ્યાન મોત અન્ય બે ઘાયલ

ઊંઝા તાલુકાના ડાભી રોડ ઉપર ગત રાત્રે આઠ વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો જેમાં ઊંઝાથી ડાભી ગામ તરફ જઈ રહેલી ઇકો ગાડીને સામેથી આવતા ટેક્ટરે ટક્કર મારી હતી જેમાં ઇકો ગાડી પલટી મારી જતા અંદર સવાર અન્ય બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા તેમજ ગાડી ચાલક ઠાકોર દીનેશજી ને મહેસાણા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું જે ઇજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ પોલીસને જાણ કરતા પોલીસ આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મરણ જનાર દીનેશજી ઠાકોરને પી એમ અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી..

રિપોર્ટર

હર્ષદસિંહ ઠાકોર

ઊંઝા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..