Back

બ્રિજેશ મેરજાની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યશ્રી તરીકે નિમણૂક

મોરબીના ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યશ્રી તરીકે નિમણૂક 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યશ્રી તરીકે મોરબી – 

માળીયા (મીં) ના ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાની બિનહરીફ નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીએ વિપક્ષના નેતાશ્રી અને ગૃહના નેતાશ્રી એવા મુખ્યમંત્રીશ્રી સાથે પરામર્શ કરીને ગુજરાત વિધાનસભાના એક સભ્ય તરીકે માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પ્રતિનિધિત્વ કરવા મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાની પસંદગી કરીને મોરબીનું ગૌરવ વધાર્યું છે. આમ એક અભ્યાસુ, મહેનતુ, કાર્યદક્ષ અને વહીવટી કાબેલિયત ધરાવતા ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાએ પોતાની આ નિમણૂક બદલ ખુશી વ્યક્ત કરી આ નિમણૂકના સાચા યશના અધિકારી મોરબી – માળીયા (મીં) ના પ્રજાજનો હોવાનું જણાવ્યુ હતું. શ્રી મેરજાએ બોર્ડના સભ્ય તરીકે નવી જવાબદારીનો પ્રારંભ તા. ૧૭-૦૨-૨૦૨૦ ના રોજ મળેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધિયમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં ખાસ ઉપસ્થિત રહી કર્યો હતો. આ બોર્ડ મીટિંગમાં તેમણે શિક્ષણ અને પરિક્ષાને લગતા સુચારું સૂચનો કર્યા હતા. વવાણિયાની શ્રીમદ્દ રાજચંદ્ર હાઇસ્કૂલને તેમજ માળીયા (મીં) ની શ્રી જે.પી. હાઇસ્કૂલને SSC ની પરીક્ષાનું કેન્દ્ર પુનઃ ફાળવવા પણ રજૂઆત કરી પોતાના મત વિસ્તારના પ્રશ્નનો પડઘો માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં પાડ્યો હતો. તેમણે મોરબી – માળીયા (મીં) ની શૈક્ષણિક સંસ્થાઓને એવો અનુરોધ કર્યો છે કે માધ્યમિક શિક્ષણ બોર્ડને લગતા કોઈ પ્રશ્નો હોય તો અવશ્ય તેમનો સંપર્ક કરે. શ્રી બ્રિજેશ મેરજાની આ નિમણૂકને માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓએ તેમજ તેમના અનેક શુભેચ્છકોએ આવકારીને અભિનંદન પાઠવ્યા છે. ધારાસભ્યશ્રીની આ નિમણૂકથી મોરબી – માળીયા (મીં) પંથકમાં આનંદની લાગણી પ્રસરી છે.  

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..