Back

સુરત:સચિન જીઆઈડીસી વિસ્તાર માં GEB ની ઓફિસની સામે પત્રકાર ને માર મરાયો

મળતી માહિતી મુજબ સુરતમાં આવેલી સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોડ નંબર 8 જીઇબી ની ઓફિસની સામે કોઇ કારણો પર રિક્ષાચાલકની કોઇમિલ માલિક દ્વારા માર મારવામાં આવી રહ્યો હતો.ત્યાંથી પસાર થઈ રહેલ પત્રકાર રાજેશ ડૂબે આ જોતાં આ ઘટનાને  કવર કરવા જતાં તે મિલમાલિકે  કહ્યું હું આ રિક્ષા ચાલકને મારી રહ્યો છું તેનો વીડિયો કેમ ઉતારી રહ્યો છે  તેવું કહી આજુબાજુનિ મિલો  મિલોના શેઠીયા મળીને પત્રકાર રાજેશ દુબેને સડાસડ આઠથી દસ લાફા મારી દીધા હતા.અને બીજા શેઠિયા દ્વારા ઢીકા મુક્કીનો માર મારવામાં આવ્યો હતો.અને કંપનીના ગેટ પર તેને એક કલાક સુધી બંધક બનાવીને રાખ્યો હતો.કોઈ પણ કામ માટે કાયદો છે કાયદાને હાથમાં લેવું તે યોગ્ય નથી પણ પૈસાના નશામાં ભાન ભુલેલા શેઠિયા અો જાણે કાયદો તેઓના બાપનો હોય તેમ રિક્ષાચાલકોને ઢોર માર્યો અને પત્રકારને પણ માર મારી તેઓ શું સાબિત કરવા માંગતા હતા.સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા દબંગ શેઠીયાઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આ બાબતે યોગ્ય પગલાં લેવાય તેવી સૌ રિક્ષાવાળાની અને પત્રકારોની માંગ છે