Back

સુરતઃ શિવરાત્રી નિમિત્તે કાંઠા વિસ્તારમાં આવેલા ભીમરાડ ગામમાં શ્રી રામ કથા સપ્તાહ નું સુંદર આયોજન

સુરત શહેરમાં આવેલ કાંઠા વિસ્તારના ભીમરાડ ગામની ધરતી પર રામકથામાં આજે રામજન્મ ઉત્સવ ઉજવાયો હતો.૨ થિ ૩ હજાર ભક્તોની હાજરીમાં રામજન્મ ઉત્સવ વખતે રામનાથ થયો હતો.કથાકાર શ્રી મેહુલભાઇ જાનીએ કહ્યું હતું કે જ્યાં પ્રેમ હોય ત્યાં ભગવાન પ્રગટ થાય છે

            આવનાર મહાશિવરાત્રીના પર્વને ધ્યાનમાં  રાખીને કાંઠા વિસ્તારની ૨૫ ગામોની ધર્મપ્રેમી  કોળી સમાજની મહિલા મંડળ દ્વારા શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.રવિવારના દિવસે યોજાયેલી કથામાં કથાકાર શ્રી મેહુલભાઈ જાનીએ જણાવ્યું હતું કે નારી અે નારાયણી છે.સ્ત્રી ધારે તે કરી શકે કારણ કે તે દીકરી, માં ,સાસુ ,મિત્ર ,બેન આવી અનેક ફરજ અદા કરે છે.વધુમાં શ્રી મેહુલભાઇ જાની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અભિમાન એ પતનની નિશાની છે.એટલે ક્યારેય  અભિમાન ન કરવું જોઈએ.ક્રોધ માણસને પતન તરફ લઈ જાય છે.એટલે જ્યારે પણ  ક્રોધ આવે ત્યારે માણસે તે જગ્યા છોડી દેવી જોઈએ.ક્ષમા એ વીરતાનું ખરું આવું પણ છે.જે વ્યક્તિ જીવનમાં સહન કરવાનું શીખીલે તે વ્યક્તિ જીવન તરી જાય છે