Back

માંડવી તાલુકાના મહેશ્વરી મેઘવાળ સમાજના ચતુર્થ કન્યા વણજ સમૂહ લગ્ન માં ૩૬.નવયુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યાં.ડયાં

માંડવી કચ્છ:- માંડવી તાલુકાના મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા ખારી વાળા ગણેશ દેવના ધામમાં ચતુર્થ કન્યા વણજ સમૂહ લગ્નનુ આયોજન કરવામાં આવ્યું હતો. આ ચતુર્થ કન્યા વણજ સમૂહ લગ્ન માં ૩૬.નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. પ્રથમ દિવસે સોમવારે ગણેશજી ની સ્થાપના, (માંડવા રોપણ), અને રાત્રે પ્રવિણભાઈ કન્નડના ગ્રુપ દ્વારા દાંડીયારાસ નો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે મંગળવારે સવારે ૯.કલાકે હસ્ત મેળાપ, બપોરે અગિયાર વાગ્યે ભોજન સમારંભ તેમજ ચાર વાગ્યે કન્યા વિદાય.આપવા માં આવી હતી,  

સન્માન સમારોહમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, માંડવી નાં ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા તાલુકાના ધારાસભ્ય શ્રી. પ્રધુમનસિંહ જાડેજા, માંડવી તાલુકા પંચાયત પ્રમુખશ્રી.ગંગાબેન સેંઘાણી, તાલુકાના બીજેપી ના પ્રમુખશ્રી. સુરેશભાઈ સંગાર, ચારણ સમાજના પ્રમુખ વિજયભાઈ ગઢવી,ભોજન ના  દાતાશ્રી શામજીભાઈ ધોળું, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાણસિંહભાઈ ગઢવી, પ્રવીણભાઈ વેલાણી, કમલેશભાઈ ગડા, કિશોર ગઢવી, અખીલ કચ્છ મહેશ્વરી મેઘવાળ સમાજના પ્રમુખ કિશોરભાઈ પિંગોલ, વાલજીભાઈ દનિચા, માંડવીના નગરપતિ મેહુલભાઈ શાહ, કચ્છ કોંગ્રેસ માજી પ્રમુખ શ્રી.નરેશભાઈ મહેશ્વરી, કચ્છ જિલ્લા દલીત અધીકાર મંચના પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરી, તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ શ્રી.ખેરાજભાઈ ગઢવી, કિશોરદાન ગઢવી,ડૉ. પ્રેમકુમાર કન્નર, લાલજીભાઈ કટુઆ, નારાણભાઈ ફુફલ, હાજી સલીમ ચાકી, મૂળજીભાઈ ગઢવી, ભુજ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ.સામતભાઈ મહેશ્વરી , માંડવી પોલીસ મથકના પીએસઆઈ. માવજીભાઈ મહેશ્વરી, તાલુકા વિકાસ અધિકારી શ્રીગોહિલસાહેબ, વેલજીભાઈ ધુઆ.નિવૃત પીઆઈ, લક્ષ્મીચંદભાઈ ફુફલ, મનજીભાઈ ડોરૂ,વનીતાબેન માવજીભાઈ હાલાઈ

નવીનભાઈ પેથાણી, શામજીભાઈ સોધમ, માવજીભાઈ હાલાઈ, ભરતભાઇ વીરા, વિજયભાઈ ગાલા, માંડવી તાલુકાના મહેશ્વરી મેઘવાળ સમાજના માજી પ્રમુખ શ્રી.રમેશભાઈ ચંદે, રામજી ધેડા, વિનુભાઈ થાનકી, રાજેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન લાલન, ભાવનાબેન જોષી(સરપંચ), ગોવિંદભાઈ દનીચા, જે.પી.મહેશ્વરી, વેલજી જસાભાઈ નંજણ  વગેરે માહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમુહ લગ્ન માં આપનાર એવા મહેશ્વરી સમાજના મહીલા ગ્રુપ બિદડા મહિલા મંડળ ગ્રુપ અને હાંસલ દેવી ગ્રુપ.દુર્ગાપુર, ભુરી દેવી ગ્રુપ.માડવી ગોકુલવાસ.જેવા મહેશ્વરી સમાજની મહિલા એવી નારી શક્તિ ઓ દ્વારા પણ સારું યોગદાન મળીયુ હતું.સમાજના પ્રમુખ શ્રી ના હસ્તે મહિલા ગ્રુપ ને પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

કચ્છી ગીતના સુરિલા એવા મુરાલાલા દ્વારા કચ્છી ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ શુભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પધારેલા એવાં સાંસદશ્રી. વિનોદભાઈ ચાવડાએ નવદંપતી ઓને લગ્ન જીવન ની સુભેછાઓ પાઠવી હતી.અને માંડવી તાલુકા મહેશ્વરી મેઘવાળ સમાજના સમૂહલગ્ન સામાજિક સમરસતાનો શ્રેષ્ઠ ઉદાહરણ હોવાનુ જણાવી આવા કાર્યો થકી સમાજની અને સમાજના લોકો ની પ્રગતિ થાય છે. તેમ જણાવ્યું હતું. પુર્વ મંત્રી તારાચંદભાઇ છેડાએ નવદંપતીઓને લગ્નજીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. કચ્છ જિલ્લા મહેશ્વરી મેઘવાળ સમાજના પ્રમુખ કિશોરભાઈ પિંગોલએ માંડવી તાલુકા મહેશ્વરી સમાજ અને પ્રમુખ વાલજીભાઇ બગડાની રહ્દય પુર્વક થી પ્રશંસા કરી હતી. માંડવી તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ વાલજીભાઇ બગડાએ આ ભવ્ય આયોજનને સફળ બનાવવાં માટે જે  દાતાઓ અને સર્વે જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. અને આગામી સમયમાં મેડિકલ-શિક્ષણ ક્ષેત્રે વધુ કાર્યો કરવાની પણ જણાવ્યું હતું,આ ચતુર્થ કન્યા વણજ  સમૂહ લગ્ન માટે સમગ્ર આયોજન તાલુકાની ટીમ એવાં સમાજના પ્રમુખશ્રી વાલજીભાઈ બગડા,સામરાભાઇ ફુફલ, કેશવજીભાઇ કન્નર, એડવોકેટ વિનોદભાઈ નોરીયા, નારણભાઈ વિંઝોડા, ધનજીભાઇ બળીયા, માંડવી શહેરના મહેશ્વરી સમાજના પ્રમુખ દીપકભાઈ ફુફલ, ચોખરા સમિતિના પ્રમુખ કમલેશભાઈ શીરોખા, હીરજીભાઈ નંજણ, નાનજી શીરોખા, આતુભાઇ કન્નર, શાંતિલાલ પાતારીયા, ખીમજી જેપાર, સુરેશ સીરોખા, શિવજી સિંગરખીયા, હરજીભાઈ ચંઢારિયા, કાનજીભાઈ જુવડ, તુલસીભાઈ અબચુંગ વગેરે સમિતિના સદસ્યઓ અને યુવાનોએ સંભાળ્યું હતું. આ તમામ કાર્યક્રમનુ સંચાલન કેશવજીભાઈ રોશિયા કરીયુ હતુ.અને આભારવિધિ દિપકભાઈ ફુફલ દ્વારા કરવામાં આવી હતી.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..