Back

નેત્રંગ : શ્રીજી મેડીકલ રિલીફ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા ૮૫૦ જેટલા વિદ્યાર્થીઓ ને સ્વેટર વિતરણ કરાયા.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

          નેત્રંગ તાલુકાના થવા ગામે આવેલ એકલવ્ય વિદ્યાલય ખાતે શ્રીજી મેડીકલ રિલીફ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા ૮૫૦ જેટલા વિદ્યાર્થીઓ ને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા. તા.૨૪મી ફેબ્રુઆરી ના રોજ એકલવ્ય સાધના ઉ.બુ. વિદ્યાલય થવા ખાતે આ સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા.

          જેમાં શ્રીજી મેડીકલ રિલીફ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈના અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ વસણી દ્વારા દ્વારા ૮૫૦ જેટલા સ્વેટર શાળાના બાળકો ને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા.

આ પ્રસંગે નેત્રંગ ભક્તિધામના સ્વામી શ્રી ભક્તિવલ્લભ સ્વામી ઉપસ્થિતિ રહ્યા હતા. એમના હસ્તે ૮૫૦ જેટલા વિદ્યાર્થીઓ ને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા. સ્વામીજીએ  આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સેવા કરનાર માનસિંહ મંગરોલાને બિરદાવ્યા હતા.અને સમગ્ર શાળા પરિવારને આશિર્વચન આપ્યા હતા. સ્વેટર વિતરણ પ્રસંગે સંસ્થાના મંત્રીશ્રી, અખિલ રાષ્ટ્રીય યુવા સંગઠન ના દક્ષિણ ગુજરાતના અધ્યક્ષ અને એડવોકેટ સ્નેહલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળા ના આચાર્ય શ્રી એમ.કે.યાદવે સ્વેટર આપનાર સંસ્થા નો આભાર વ્યક્ત કર્યો હતો.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..