Back

માંડવી તાલુકાના ફરાદી ગામમાં આવેલ શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે વાર્ષિક ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી..

માંડવી કચ્છ:- માંડવી તાલુકાના ફરાદી ગામમાં આવેલ શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય તારીખ 23/2/ 2020 ને રવિવારના રોજ વાર્ષિક ઉત્સવ મનાવવામાં આવ્યો.જેમાં મુખ્ય મહેમાન શ્રી માંડવીના ટીપીઓ સાહેબ શ્રી મોહનભાઈ ફફલ તથા ફરાદી  ગામના અગ્રણી શ્રી જાડેજા અરવિંદ જેઠવા તથા બી.બી.એમ.હાઈસ્કુલ માંથી હિતેશભાઈ પટેલ જયશ્રીબા સોઢા જયશ્રીબા જાડેજા તથા ફાતમા બેન હાજર રહ્યા હતા. માંડવીથી પંડ્યા પરિમલભાઈ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

   આ કાર્યક્રમમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દીકરીઓ દ્વારા 16 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેની તૈયારી કેજીબીવીની બહેનો જનકબેન. રમીલાબેન . કંચનબેન. જયાબેન અને નાથીબેન દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તમામ બાળકોના વાલીઓ હાજરી આપીને બાળાઓ નો ઉત્સાહ વધાર્યો હતો.

   આ કાર્યક્રમમાં દાતાઓ શ્રી નો દાન નું વરસાદ વરસ્યો હતો અને બાળાઓને પ્રોત્સાહિત કરી હતી જેની રકમ 14700  થયેલ છે. આ કાર્યક્રમમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ની 18 બાળાઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી જે દીકરીઓ રમત ગમત ક્ષેત્રે  તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ નંબર મેળવેલ હતો તેવી દીકરીઓને સન્માનિત કરેલ હતી. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં કુલ 251 જણાએ ભોજન લીધુ હતું.

   આ કાર્યક્રમનું સંચાલન પેથાણી જતીનભાઈ એ કર્યું હતું. મહેમાનોને આવકાર સી.આર.સી પટેલ સુમન કુમાર કાળાભાઈ એ કરેલ અને આ કાર્યક્રમની આભાર વિધિ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના વોર્ડન બેન શ્રી જનકબેન પારઘી એ કરેલ હતી. આ કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં પટેલ ભરતભાઈ કે અને પટેલ પ્રકાશભાઈ એમ નો સંપૂર્ણ સાથ મળેલ હતો. તથા ફરાદી શાળાના સ્ટાફનો પણ સાથ મળ્યો હતો.

   આ કાર્યક્રમ નું સંપૂર્ણ માર્ગદર્શનમાં સી.આર.સી સુમનભાઈ કે પટેલ દ્વારા આપવામાં આવેલ હતું અને ખૂબ જ સુંદર આયોજન સંપન્ન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ફરાદી ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માં વાર્ષિક ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..