Back

મોરબીના થોરાળા ગામે એસ. ટી.ના ધાંધિયા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન

મોરબીના થોરાળા ગામે છેલ્લા ઘણા સમયથી એસ. ટી. સમયસર ન આવવાની ફરિયાદ ઉઠી હતી ગ્રામ જનો તથા વિદ્યાર્થી દ્વાર અનેક વાર તંત્રને લેખિત તથા મૌખિક રજુઆત કરવામાં આવી હતી પરંતુ નીંભર એસ. ટી. તંત્ર પર કોઈજ પ્રકારની અસર ન પડી ગ્રામ જનોના જણાવ્યા અનુસાર થોરાળા રૂટની બસ અનિયમિત આવતી હોવાના લીધે એક વિદ્યાર્થીનીનું પરીક્ષાનું પેપર છૂટી ગયું તેની જવાબદારી કોણ લેશે અને અંતે કંટાળી ગ્રામ જનો તથા વિદ્યાર્થીઓ મળી બસ રોકો આંદોલન હાથ ધરાયુ હતું આ આંદોલનના લીધે ખાનપર રૂટની બસ નહીં આવતા ખાનપર,ચાચાપર, અને નેસડા ગામના વિદ્યાર્થીઓ દ્વારા મોરબીના નવા બસ સ્ટેશનમાં બીજું એક બસ રોકો આંદોલન છેડાયું હતું બસ સ્ટેશનના પ્રવેશ દ્વાર પર જ બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને બસ સ્ટેશન સામેજ શહેરનો મુખ્ય માર્ગ પ્રસાર થઈ રહ્યો છે જ્યાં દિવસ દરમ્યાન હજારો વાહનની અવાર જવાર હોઈ છે જ્યારે ખાનપરના વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન કરવાં આવ્યું તેના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય હતા બાદમાં તંત્ર દ્વારા સમજાવતા ખાનપરના વિદ્યાર્થીઓનું આંદોલન સમેટાઈ ગયું હતું આ ખાનપરના સરપંચ કાંતિભાઈ એ જણાવ્યા અનુસાર થોરાળા ગામનો અંગત પ્રશ્નછે અમારા ગામના વિદ્યાર્થીઓ સવારના ગયા ભૂખ્યા તરસ્યા તો તેને સમયસર પોલીસ સાક્ષણ સાથે ગામે પહોંચાડવાની જવાબદારી એસ. ટી. તંત્રની આવે છે.

બસ રોકી આંદોલનના કારણે ઘણી બસો થોરાળા રોકાઈ હતી એસ.ટી. તંત્રએ પોલીસને જાણ કરતા પોલીસ પણ થોરાળા ગામે દોડી પહોંચી હતી અને ગ્રામ જનો અને વિદ્યાર્થીઓને સમજાવી આ આંદોલનું સમાધાન કર્યું હતું પોલીસના જણાવ્યા અનુસાર અમદાવાદ ખાતે નમસ્તે ટ્રેમ્પ કાર્યક્રમમાં બધી એસ. ટી. બસો જવાના લીધે બસો બંધ રહ્યી હતી હવેથી બસ એગ્યુલર આવશે તેવું સમજાવતા સમાધાન થયું હતું અને આંદોલન સમેટયું હતું 


મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..