Back

સુરતઃ સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા વાહન ચોર પકડાયો

સુરતઃ સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન વાહન ચોરો પકડાયા 

    સચિન જીઆઈડીસી પો.ઇ એમ.વિ. તડવી નાં સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પો.સ્ટે વિસ્તારમાં વાહન ચોરીના વણસોધાયેલ ગુનાઓ સોધિ કાઢવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અ.હે.કો દિપક કુમાર હરિસંઘ અને અ.હે.કો પંકજ સુરેશચંદ્ર ને પાકી બાતમી ના આધારે આરોપી અજીત ઉર્ફે વિશાલ અનિલસિંગરાજપૂત ઉ.૨૮ ધંધો બેકાર રહે.ઘરનં,૩ ૯જય યોગેશ્વર નગર ઉન ગામ સુરત .મૂળ ગામકોટા પ્રેમનગર,વિવેક સ્ટેશન પાસે પોસ્ટ-થાના ઉદ્યોગનગર જિલ્લા કોટા શહેર(રાજસ્થાન) ના ને પકડી પાડી તેઓની પાસેથી વગર નંબરની એક્ટિવા બાબતે પૂછતાછ કરાતાં સંતોષકારક જવાબ ન આપતાં શંકાના આધારે વધુ પુછતાછ કરાતા તેણે આ એક્ટીવા દોઢ મહિના અગાઉ પાંડેસરા વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું કબૂલ્યું હતું.આ સમગ્ર કામગીરી પો.ઈ એમ. વી .તડવી ના માર્ગદર્શન હેઠળ ASI રજનીકાંત ખુમાભાઇ,તથા અ.હે. કો ગુલાબભાઇ ભટુભાઈ,તથા  અ.હે.કો પંકજભાઇ સુરેશચંદ્ર, તથાઅ.હે.કો મહેન્દ્રભાઈ ઉદેસિંહ તથા અ.હે.કો દિપકકુમાર હરિસંગ,તથા અ.પો.કો સહદેવસિંહ ગજેન્દ્રસિંહ, તથા અ.પો.કો ભગવાન પ્રકાશરાવ,તથા અ.પો.કો દર્શન કુમાર શૈલેશભાઇ નાઓ એ ટીમવર્કથી કરેલ હતું