Back

દેવગઢ બારીઆ તાલુકા ના નાનીઝરી ગામે મહિલા અને યુવતી સલામતી માટે તાલીમ અપાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારિયા તાલુકાના નાનીઝરી ગામમાં આવેલ પંચાયત કચેરી ખાતે  દેવગઢબારિયા મહિલા સંગઠન અને આનંદી સંસ્થા દ્વારા મહિલાઓને તાલીમ અપાઇ હતી.

આ તાલીમમાં મહિલા સંગઠન અને આનંદી  સંસ્થા  દ્વારા તાલીમ આપવામાં આવી હતી.   મહિલાઓને એક માહિતી પુસ્તિકા આપવામાં  આવી હતી.  ત્યારબાદ બાળ લગ્નો,  જાતીય હિંસા,ડાકણ પ્રથા,  દાવા પ્રથા,  પિતૃસત્તા,મહિલા હિંસા જેવા મુદ્દાઓ પર ભાઈઓ અને બહેનોને સમજ આપવામાં આવી હતી અને મહિલાઓ પર કેવા કેવા પ્રકારની હિંસા થાય  તો શું પગલાં લેવા જોઈએ તેની માહિતી આનંદી  સંસ્થા દ્વારા આપવામાં આવી હતી.

આ ઉપરાંત અન્ય સુરક્ષા કાયદો ૨૦૧૩, જંગલ જમીન નો અધિકાર ,ગ્રામસભા ,ભારતના બંધારણ થી બહેનો તેમજ ભાઈઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તાલીમમાં ૧૫ જેટલા ગામના સરપંચો ,સભ્યો અને ગામના આગેવાનો મળી કુલ ૬૦ જેટલા લોકો જોડાયા હતા આ પ્રકારની સાત જેટલી તાલીમો બારીયા ના અલગ અલગ ગામમાં યોજાઈ રહી છે