Back

આહવાના શિક્ષકના ઘરે ધોળેદાડે ચોરી થતાં ફરિયાદ

મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતેના પટેલપાડા ફળિયામાં રહેતા શિક્ષક નીતિનભાઈ ગાઈન જેઓ. નૌકરી કરી અર્થે ચોંકીયા ગામે અને અને એમના પત્ની જ્યોતી બેન જેઓ ભીસ્યા ગમે શિક્ષક ફરજ બજાવે છે તેઓ રાબેતા મુજબ ઘરમાં કઈ સભ્ય નહિ રહેતા ઘર બંધ કરી નૌકરીએ ગયા હતા તે દરમિયાન પટેલપાડા માંજ રહેતા આશીષ બાલચંદ દેશમુખ બપોરે સુમશાન વાતાવરણનું મોકો જોઈ શિક્ષક નીતિનભાઈ ના ઘરનું તાળું તોડી ગોદરેજ કબાટમાં મુકેલા રોકડા રૂપિયા ૪ હજારની ચોરી કરી ક્યાંક ચાલ્યા ગયો હતો બનાવ અંગે આજુબાજુ માં રહેતા પડોશીઓએ નીતિનભાઈ ના ઘર માંથી આશિષ બાલચંદ નીકળતા નજર પડતા ઘર માલીક નીતિનભાઈ ને જાણ કરી હતી જે અંગેની આશિષ બાળચંદ પર શંકા જતા નીતિનભાઈ શિક્ષકએ આશીષ વિરુદ્ધ આહવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આહવા પોલીસ આ શંકા આધારે આશિષ બાલચંદ ઝડપી લીધો છે  આ કેસની ઝીણવટ ભરી તપાસ આદરી હોવાનું જાણવા મળેલ છે

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..