Back

મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંગે નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ સમીક્ષા બેઠક યોજી

મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંગે નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ સમીક્ષા બેઠક યોજી

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાની સમીક્ષા બેઠકમાં જિલ્લાના તમામ ઔદ્યોગિક એકમોમાં કુલ મેનપાવરના ૧૦ ટકા સુધી મુખ્યમંત્રીની એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભરતી કરાવવા અંગે ફાળવેલ લક્ષ્યાંકની સામે થયેલ સિધ્ધિની સમીક્ષા કરી હતી.

નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, સ્ટેટ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલ ઇશ્વરભાઇ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ, જનરલ હોસ્પિટલના સિવીલ સર્જન ડૉ. જ્યોતિ ગુપ્તા, રોજગાર અધિકારી જી.આર.બારીયા, લાઇન ડિપાર્ટમેન્ટ અને કંપની એકમોના અધિકારીઓ-પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ કંપનીનાં મેનપાવરના અઢી ટકા જેટલી ભરાયેલી જગ્યાની ટકાવારી ૧૦ ટકા સુધી સમયસર લઇ જવા અને તે અંગેની જરૂરી કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવાની જે તે એકમોને જરૂરી સૂચના અને માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું. કોઠારીએ વધુમાં આઇ.ટી.આઇ.ના આચાર્યના સંકલનમાં રહીને કામગીરી પૂર્ણ કરવાની હિમાયત કરી હતી. 

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..