Back

હાલોલમાં લોકડાઉન પગલે પાનપડીકીના દુકાનદાર સામે જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે કરી અટકાયત

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



પંચમહાલ જિલ્લાના હાલોલ ગોધરા બાયપાસ રોડ નજીક લોક ડાઉન દરમ્યાન જિલ્લા કલેકટર ના જાહેરનામનો ભંગ કરી ગુટકા પાનબીડી નો ગલ્લો ખુલ્લો રાખનાર સામે હાલોલ પોલીસે ફરિયાદ નોંધી માલિકની અટકાયત કરી હતી.

       પોલીસ વર્તુળ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના વાયરસને નાથવા લોક ડાઉન નો આદેશ કરાયો છે જેમાં આવશ્યક વસ્તુઓ સિવાયના તમામ ધંધા રોજગાર બંધ રાખવા તંત્ર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે જેને લઈ હાલોલ પોલીસ તંત્ર સતત પેટ્રોલિંગ મારફતે એની ઉપર નજર રાખી રહ્યું છે જેમાં હાલોલ પોલીસે  મંગળવારે પેટ્રોલિંગ દરમ્યાન હાલોલ ગોધરા બાયપાસ રોડ પર હોટલ નવજીવન ના સામેના રોડની સાઈડમાં એક ઈસમ નામે ઉપેન્દ્રસિંહ અમરસિંહ રાઠોડ રહે.નવું ફળિયું મઘાસર તા.હાલોલનાઓ  પાન બીડી અને ગુટખા નું વેચાણ કરવા ગલ્લો ખુલ્લો રાખીને બેઠો હતો. જ્યાં ભીડ પણ એકઠી હતી જેને લઈ હાલોલ પોલીસે ઉપેન્દ્રસિંહ સામે પંચમહાલ જિલ્લા કલેકટરના જાહેરનામા ભંગ અન્વયે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી તેની અટકાયત કરી હતી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..