Back

પંચમહાલ:- પાવાગઢના ઇતિહાસમા પ્રથમ વખત મહાકાલી મંદિર ચૈત્રી નવરાત્રીના પર્વમાં રહ્યૂ બંધ,રસ્તાઓ બન્યા સુમસામ

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી


પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિના પર્વને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોઈ છે.જેમા દર વર્ષે લાખોની સંખ્યામા પાવાગઢ ઉપર બિરાજમાન માં કાલિકા ના દર્શન નો લાભ માઇભકતો લે છે પરંતુ આ વર્ષે વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ ને પગલે  માતાજીના દર્શન ભક્તો માટે બંધ કરવામાં આવતા ઇતિહાસમાં સૌ પ્રથમ વખત યાત્રાધામ પાવાગઢ આજે સુમસામ જોવા મળ્યું હતું.ભક્તો થી ઉભરાતું યાત્રાધામ પાવાગઢ મા આજે કોઈ ફરકતું પણ જોવા મળ્યું ન હતું. 

  યાત્રાધામ 51 શક્તિપીઠ માં ની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના પાવાગઢ  ડુંગર ઉપર બિરાજમાન માં કાલિકા છે. આ પવિત્ર શક્તિ પીઠ માં માતાજી ના ભક્તો ચૈત્રી તેમજ આસો નવરાત્રી દરમ્યાન તેમજ આઠમ,પૂનમ અને શનિ, રવિવાર ની રજાઓ ઓ માં લાખોની સંખ્યામાં દર્શન નો લાભ લેતા હોય છે. જયારે આજે 25 મી માર્ચ ના રોજ થી આરંભ થયેલ ચૈત્રી નવરાત્રી માં ઇતિહાસ માં સૌ પ્રથમ વખત ની એક પણ ભક્ત માતાજીના દર્શન કરવા કોરોના વાયરસ ને લઇ આવી શક્યું નથી. સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ, માંથી પણ ભક્તો આવે છે.જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજી ની પૂજા અર્ચના ભીતર માં કરવા માં આવી રહી છે.


● કોરોના વાયરસ નો ચેપ પ્રસરે નહીં તે માટે રાજ્ય સરકાર ની એડવાઈઝરી એ યાત્રાધામ પાવાગઢ માતાજી ના દર્શન યાત્રિકો માટે બંધ રાખવા નિર્ણય લેવાયો છે. 

● જયારે સ્થાનિક લોકો અને પાવાગઢ વેપારી મંડળે પણ તેને સહકાર આપવા માટે પોતાના રોજગાર ધંધા સ્વયંભૂ બંધ રાખવા નો નિર્ણય કર્યો છે. 

● ચૈત્રી નવરાત્રી ના પ્રથમ દિવસે એકથી દોઢ લાખ જેટલા માઇભકતો થી ઉભરાતું યાત્રાધામ પાવાગઢ આજે પ્રથમ ચૈત્રી એ નવરાત્રી સાવ ખાલીખમ અને સદંતર બંધ જોવા મળી રહ્યું છે.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..