Back

રાજપીપલા નોવેલ કોરોના : લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજ વસ્તુઓના વિતરણની ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ

રાજપીપલા નોવેલ કોરોના : લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજ વસ્તુઓના વિતરણની ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ

જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીએ આવશ્યક ચીજવસ્તુઓના વિવિધ વેપારીઓ-સંગઠનો સાથે યોજેલી ખાસ બેઠક

રાજપીપલા : જુનેદ ખત્રી

જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી રાજપીપલા, પ્રાંત અધિકારીશ્રી દેડીયાપાડા, મામલતદારશ્રીઓ, સામાજીક સંસ્થાઓના અગ્રણિઓ, મેડીકલ એસોશિયન, અનાજ-કરિયાણા, શાકભાજીના વેપારીઓ, દુધ વિતરકો વગેરે ક્ષેત્રના આગેવાનો સાથે યોજાયેલી બેઠકમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19) સંદર્ભે લોકડાઉનની પરિસ્થિતિમાં રાજપીપલામાં નીચે મુજબની આવશ્યક ચીજ વસ્તુઓના વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

◆ અનાજ કિરાણાં .....

અનાજ કરીયાણાના વિતરણની વ્યવસ્થા માટે રાજપીપળામાં જાહેર જનતાને ૨૧ દિવસ સુધી આવશ્યક ચીજ વસ્તુઓની તકલીફ ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ છે, અનાજ કરીયાણાની દુકાનો દરરોજ બપોરના બે વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે, જે લોકો અનાજ/કરીયાણુ ઘરે બેઠા મેળવવા માંગતા હોય તો જે તે દુકાનદાર/વેપારીના Whatsapp નંબર પર ઓર્ડર કરવાથી જે તે વેપારી ધ્વારા હોમ ડિલીવરી પણ કરી આપવામાં આવશે. હોમ ડિલીવરી માટેના કેટલાક વેપારીઓની વિગતો નીચે મુજબ છે, તેમજ અન્ય વેપારીઓએ પણ હોમ ડિલીવરી માટે સંમતિ દર્શાવી છે.


તદઅનુસાર અશોક સી.માલી (મો.નં.૯૪૨૯૦ ૩૮૭૮૧)

અંબિકા ગ્રેઇન શોપ (મો.નં.૯૫૮૬૦ ૫૧૦૭૫),

માતેશ્વરી પ્રો. સ્ટોર(મો.નં.૯૪૨૭૧ ૪૫૯૯૭),

અંબિકા પ્રો. સ્ટોર(મો.નં.૯૪૨૬૫ ૫૭૧૬૮),

શ્રીરામ પ્રો. સ્ટોર (મો.નં.૯૮૭૯૬ ૯૨૬૯૯),

દિપક કુમાર & બ્રધર્સ (મો.નં.૯૯૨૫૦ ૨૧૦૫૦),

હરી બાલાજી ગ્રેઇન શોપ ( મો.નં.૯૪૨૮૪ ૪૪૮૭૦),

વિક્રમ સ્ટોર (મો.નં.૯૮૨૫૮ ૭૩૦૫૦),

અરીહંત પ્રો. સ્ટોર (મો.નં.૯૪૨૭૧ ૩૧૫૮૬),

ન્યુ અંબિકા પ્રો.સ્ટોર (મો.નં.૯૮૨૫૭ ૯૨૮૮૧)

માંથી બપોરના બે વાગ્યા સુધી દુકાન ઉપરથી પણ અનાજ કરીયાણુ મેળવી શકાશે. દુકાન પરથી ચીજ વસ્તુ મેળવતી વખતે ઉપર તમામ ગ્રાહહકોએ Social Distance જાળવવા વ્યવસ્થા કરવામાં આવશે.


◆ શાકભાજી ફ્રુટ વિતરણ ...


શાકભાજી ફ્રુટની વિતરણની કરાયેલી વ્યવસ્થા અંતર્ગત રાજપીપળા નગરપાલીકા વિસ્તારમાં નકકી કરાયેલી જગ્યાઓમાં

૧. ઝાંસીની રાણી કન્યા પ્રાથમિક શાળા, સ્ટેશન રોડ, રાજપીપળા (સરકારી જગ્યા)

૨. સરકારી હાઇસ્કૂલ, નાગરીક બેંકની બાજુ, રાજપીપળા

૩. હાલ જે શાક માર્કેટ છે તે

નકકી કરવામાં આવેલ છે. શાકભાજી વેચાણ કરનાર સવારે ૧૦ વાગ્યા સુધી ઉપરોકત જગ્યાએ બેસી શાકભાજી વેચાણ કરશે. જે વેપારી પાસે લારી છે , તે વેપારીઓ ફરજીયાત પણે શેરીએ / મહોલ્લે ફરીને શાકભાજી વિતરણ કરશે.

તદઉપરાત A.R.FRUIT & VEGETABLE CO. આસીફભાઇ (મો.નં.૯૯૭૯૩ ૬૬૧૮૬) તથા આરીફભાઇ (મો.નં.૯૯૭૮૭ ૮૬૯૮૫) વોટર્સઅપ નંબર પર ઓર્ડર કરવાથી તેઓ ધ્વારા શાકભાજી તેમજ ફ્રુટસ હોમ ડિલીવરી પણ કરી આપવામાં આવશે. શાકભાજી વિતરણ માટે તમામ વેપારીઓની યાદી એસોસીયેશનના લેટરપેડ પર મામલતદાર કચેરીમાં રજુ કરી પાસ મેળવી લેવાના રહેશે.

દુધના વિતરણની કરાયેલી વ્યવસ્થા અંતર્ગત દુધનું વિતરણ કરતી તમામ દુકાનોને ૨૪ કલાક વિતરણ કરવાની અનુમતી અપાયેલી છે. લોકોના ઘરે આપવામાં આવતું ડોર ટુ ડોર દુધનું વેચાણ રાબેતા મુજબ યથાવત રહેશે

◆ મેડિકલ દવાઓ ...

મેડીકલ દવાઓના વિતરણની કરાયેલી વ્યવસ્થા અંતર્ગત શ્રી સાંઇ કૃપા મેડીકલ સ્ટોર મો.નં. ૯૧૦૬૭૭૭૯૨૬, ઓમ સાંઇ મેડીકલ સ્ટોર મો.નં. ૯૫૩૭૦૬૭૮૯૩, બાલાજી મેડીકલ સ્ટોર મો.નં. ૯૮૨૫૨૫૦૪૦૯, ગાયત્રી મેડીકલ મો.નં.૯૮૨૫૩૩૬૬૮૦, શ્રીજી મેડીક્લ સ્ટોર મો.નં. ૯૮૭૯૧૧૭૨૮૮ દવાઓની દુકાનો ઉપરથી જરૂરીયાત/ઇમરજન્સી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન Whatsapp નંબર પર મોક્લવાથી દવાઓની પણ હોમ ડિલીવરી કરવામાં આવશે.


હોમ ડીલીવરી માટે સમાજ સેવા ટ્રસ્ટ,રાજપીપળા , જાયન્ટસ ગ્રુપ ઓફ રાજપીપળા, સમસ્ત વૈષ્ણવ વણીક સમાજ, રાજપીપળા તેમજ રોટરી ક્લબ, રાજપીપળા જેવી સેવાભાવી સામાજીક સંસ્થાઓએ પણ સેવા આપવા તૈયારી દર્શાવી છે. તેઓ મારફતે પણ જરૂરીયાત પુરતી વસ્તુઓ હોમ ડીલીવરીથી મેળવી શકાશે. જેઓના નામ અને મો.નંબરની વિગતો જોઇએ તો તેજસભાઇ ગાંધી મો.નં ૯૫૮૬૮૯૫૯૯૯, ગુંજનભાઇ મલાવીયા મો.નં ૯૯૯૮૨૯૧૮૦૦, મહેશચંદ્ર દલાલ મો.નં.૯૯૨૫૭૭૬૯૭૭, હસમુખભાઇ પ્રજાપતિ મો.નં. ૯૬૦૧૮૨૬૧૯૭ છે,તેમજ તમામ નગરજનોને ૧૪મી એપ્રિલ સુધીના સમયગાળા દરમ્યાન ઘરની બહાર નહી નિકળતા, ઉપરની વ્યવસ્થા મુજબ જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે હોમ ડિલીવરીનો લાભ લેવા ખાસ અપીલ કરવામાં આવી છે. 

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..