Back

વઘઇ ખાતે પોલીસ અને આરોગ્ય ટિમ એલર્ડ લોકડાઉન ની અમલવારી કડક કરાઈ

વાત્સલ્ય ન્યૂઝ ડાંગ - મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ના રેન્જ ફોરેસ્ટ નાકા પાસે કોરોના વાયરસ ના ફેલાઇ રહેલા સંક્રમણ ના પગલે આરોગ્ય અને પોલીસ તંત્ર એલર્ટ થયું છે પુરજોશમાં કામગીરી હાથ ધરી છે

કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે એને નાથવાના પ્રયાસો જિલ્લાના આરોગ્ય વિભાગ તેમજ પોલીસ પ્રશાસન દ્વારા સઘન તપાસ આરંભી છે ડાંગ જિલ્લામાં પ્રવેશતા દરેક વાહનો થંબાવી તબીબી તપાસ હાથ ધરી છે ચેકનાકા પરથી પસાર થતા દરેક વાહન ચાલકોની આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા સ્ક્રેનિગ કરી તપાસ કરી નોંધ કરવામાં આવી રહી છે

કોરો ના વાઇરસ ના ફેલાઇ રહેલા સંક્રમણ ના પગલે હાલ સમગ્ર ભારત દેશ માં સરકાર ના લોકડાઉન નો ચુસ્ત પણે અમલ થઈ રહયો છે જેના ભાગ રૂપે ડાંગ જીલ્લા માં પણ આ લોકઆઉટ કરફ્યુ નો કડક પણે અમલ થાય એની માટે ડાંગ પોલીસ તંત્ર દ્વારા સધન પોલીસ પેટ્રોલીંગ હાથ ધરવા માં આવ્યુ છે જેમાં આજ રોજ વઘઇ નગર માં કોરોના વાઇરસ ના કહેર વચ્ચે વહીવટી તંત્ર ના આદેશ નો અનાદર કરી રહેલા વઘઇ ના ફાલતું રખડપટ્ટી કરતા નબીરાઓની અટકાયત કરી ને હુ સમાજ નો દુશ્મન ના હોવાના બોર્ડ પકડાવી ને શિક્ષાકમક પગલા લઇ ને રખડુ નબીરા ઓને ચુસ્ત પણે લોકડાઉન અમલ કરવા માટે નો પાઠ ભણાવ્યો હતો 

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..