Back

લગ્નેતર સંબંધ !! શા માટે !!??? - મોનાલી સુથાર

લગ્ન એક પવિત્ર બંધન છે, સાત ફેરા માત્ર  થિયેટર માં જ બતાવામાં આવે છે, બાકી તો ચાર જ ફેરા લેવામાં આવે છે ,અને આવી ઘણી બધી વાતો જે માત્ર ને માત્ર આપણે થિયેટરમાં જ જોતા હોઈએ છીએ જે ખરેખર રિયલ જિંદગીમાં કયારેય બનતી જ નથી.

પ્રેમ થાય પછી લગ્ન થાય,અને લગ્ન થાય પછી પ્રેમ થાય,એક સર્વે મુજબ અને અલગ અલગ વ્યક્તિઓના અભિપ્રાય અને એમના જીવનની બનતી  ઘટના મુજબ એક વાત સામે આવી છે કે,  લગ્ન કોઈ પણ રીતે થયા હોય બંન્ને કિસ્સામાં લગ્નેતર  સંબધનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું રહ્યું છે.

જો જોવા જઈએ તો એકમેક અને એના પૂરક ઘણા બધા કારણો લાગતા વળગતા હોઈ શકે છે જે દરેક ના મત મુજબ અલગ અલગ  હોઈ શકે છે જેમાના મોટા કારણો લઈએ તો સોશિયલ મીડિયાનું વધતું પ્રમાણ જીવનમા સમય સાથે શારીરિક સંબંધની સાથે અને એના કરતાં વધારે જોઈતું અફેક્શન, જે લગ્ન પછી વિતાવવાના સમયમાં સૌથી વધારે જરૂર પડતી હોય છે, જે આપડે આપવાનું ભૂલી જ જતા હોઈએ છે, 10  માઈલ દૂર બેઠેલા વ્યકતીને શુ થાય છે એની જાણ આપણને હોય છે ,પણ આપણી સાથે રહેતા આપડા પાત્રની જરૂરિયાત આપણને ખબર નથી હોતી, લગ્ન પહેલા રોજ તું કેટલી /કેટલો સારો લાગે છે અને લગ્ન પછી મેહનત કર્યા પછી પણ તારીફનો એક શબ્દ પણ નહીં,આ અને આવી ઘણી બધી નાની નાની વાતો જે  આપણા પાત્ર પાસેથી ના મળતા જ્યાં મળે ત્યા આકર્ષણ થઈ જાય છે અને એને પ્રેમનું નામ આપી લગ્ન જીવનમાં ભંગાણ!!! આજકાલની જનરેશન માટે જે ના મળે એને મેળવવાની જ હરોળ લાગી છે, અને મળી જાય એટલે પછી બીજું ગમવા લાગે, આ બધામાં લાગણીઓ, જિંદગીઓ અને કેટ-કેટલું તહેસ મહેશ થઈ જતું જોવા મળે છે.

સવાલ ત્યાં જ છે ને એક જ છે કે કેમ !!??? પ્રેમ માં પાગલ જેના માટે મરવા અને પામવા માટે  કંઈ પણ હદ પાર કરે અને લગ્ન કર્યાના 2 વર્ષમાં બધું ભૂત ઉતરી જાય છે અને આ કોઈ કિતાબી કહાની નથી જીવનની કડવી વાસ્તવિકતા છે.  પ્રેમ માં વ્યક્તિઓ ને માત્ર સારી જ વાતો દેખાતી હોય છે અને  મળ્યા પછી કમી!!!!!! પ્રેમ માં પડી જવું અને લગ્નજીવન નિભાવવું આ બંનેને વાસ્તવિકતામાં આસમાન અને જમીન જેટલું અંતર છે, જે દરેક વ્યક્તિએ એ લગ્નજીવનમાં  પ્રવેશ કરતા પહેલા સમજવુ જ જોઈએ. આવું કહીને અહીંયા ડર કે બોજની લાગણી બિલકુલ પણ નથી પણ લગ્નજીવન માટે સમજદારી, જવાબદારી અને ભૂલો ને જતું કરી ને પણ  પ્રેમની કડી એની એજ રાખીને નિભાવવી જાણે એ જ  પાર ઉતરે.

લગ્ન કરી ને જવાબદારી ના નામ પર માત્ર  માત્ર  પૈસા કમાવવા માં ધ્યાન આપો એ પણ કામ નું નહીં, બને પાત્રો એકબીજાની લાઈફમાં મસ્ત રહે એ પણ કામ નું નહીં આનાથી હંમેશા ત્રીજી વ્યક્તિને જગ્યા મળે છે પ્રવેશ કરવા માટે, એક જ વ્યક્તિ નિભાવવી જાણે  એ પણ ખોટું એમાં હંમેશા લાગણીઓની આત્મહત્યા થતી રહે છે જે બહુ ખરાબ અનુભવ અને એહસાસ સાથે જોડે છે.જવાબદારીની સાથે એકમેક સાથે અફેક્શન અને લાગણી સમજદારી પૂર્વક નિભાવવી જ રહી. પ્રેમની એક ખોટી  વ્યાખ્યા બની ગઈ છે કે કોઈની સાથે વાત કરવાથી સમય પસાર કરવો ગમે એટલે પ્રેમ થઈ જાય, અરે એક મિનિટ ઉભા રહીને વિચારો તો ખરા દિવસમાં કેટલા વ્યક્તિની વ્યક્તિવવની છબી રહી જાય છે જેની આસપાસ આપણે રહેવા માંગીએ છીએ,  વાત કરવા માંગીએ છીએ, જો એ દરેક માટે પ્રેમ હોય તો દર એક વર્ષે દર એક નવી વ્યક્તિ સાથે લગ્નજીવન  બાંધવું પડે જે બીજા એક વર્ષે પૂર્ણ થઈ જાય!!!!!😢

લગ્નજીવન આ બધા થી બહુ ઉપર છે,  જેમાં જવાબદારી, સમજદારી, લાગણી અને વિશ્વાસ જેવા અનેક પરિબળોની રોજે રોજ આહુતી આપવી પડે છે, તને આ ગમે છે મને આ ગમે છે, હમ્મ ભલે આજે તને ગમે એવું કાલે મને ગમે એવું એકબીજાની  પસંદને  માન આપવું પડે છે, વિચારોને  સમજવું પડે છે, સમજવા માટે છોડવાથી નહીં પણ ના સમજ પડે એ પ્રેમ થી કે ક્યારેક થોડા ગુસ્સાથી પણ સમજાવી ને આગળ વધે છે, જે તમે કેહવા માંગો છો એ, નાના-મોટા , ખાટા-મીઠા મધુર ઝગડા છતાં  પણ એકબીજાની  જવાબદારીનો એહસાસ અને બીજું ઘણું બધું. જે માત્ર પહેલી નજરના પ્રેમ કરતા તો ઘણું જ ઉપર છે, અને આજની પેઢીએ તો ખાસ સમજવું  રહ્યું કે માત્ર આખો દિવસ મેસેજ પર  વાત કરવાથી  જાનું- સોના તે ખાધું પીધું પૂછવાથી પ્રેમ નથી થઈ જતો એવી મિથ્યા વ્યાખ્યા મનમાંથી નીકાળી દેવી જોઈએ, પણ સાથે રહીને પણ રોજ બરોજની બનતી ઘટના અને જવાબદારીઓ પણ તમે હસતા મોઢે નિભાવીલો, એકબીજાની ખુશી માટે જતું કરવાની ભાવના રાખી જાણો ત્યારે થાય છે જે આસન નથી, પણ એ  સમજણ રાખવી બહુ જ જરૂરી છે લાંબા - ગાળા માટે લગ્નજીવન ટકાવી રાખવા માટે.

ડર્યા વગર બસ પ્રેમથી એકબીજા માટે કઈ કરી જાણવાની ભાવના અને એકબીજાને ખુશ રાખવાની ભાવના જો દિલમાં રાખવામાં આવે તો  બાકી બધું એની જાતે જ ગોઠવાઈ જાય છે એની જગ્યા એ, એક ને એક પાત્ર થઈ બોર થયા વગર રોજ એમાં જ કઈ નવું શોધશો તો રોજ કઈક નવું તો મળી જ જશે પ્રેમ કરવા, લાગણી વરસાવવા ,થોડું અફેક્શન, થોડો ગુસ્સો અને થોડું મનાવવાનું  વર્ષો ના વર્ષ રોજ નવા દિવસની જેમ નીકળી જશે.......

સામેની વ્યક્તિના તમામ  વાંકગુનાઓ સહન કરવાની તાકાત ના હોય,

તો કોઈને કદી પ્રેમ ના કરતા,

તું  જે છે, જેવો/જેવી છે, એનો પૂર્ણ સ્વીકાર એ જ પ્રેમ..

બાકી ટૂંકમાં સાર એટલો જ રહ્યો કે પ્રેમ તો થઈ જાય ને આંખોને એ નૈનથી જાણતા અજાણતા, પણ. નૈનોના પ્રેમને આજીવન બંધનોથી બાંધીને નિભાવવા માટે સમજદારીની કડી તો જોડવી  રહી.

ખુશ રહો મસ્ત રહો..


-મોનાલી સુથાર

Concept Of Living

Monalisuthar1210@gmail.com

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..