Back

ઉનાના નવાબંદર મરીન પોલીસ દ્વારા ગરીબોને માસ્ક, દૂધ અને બિસ્કિટ નું કરાયું વિતરણ

રિપોર્ટર ધર્મેશ જેઠવા

હાલ જ્યારે સમગ્ર દેશ ૨૧ દિવસના લોકડાઉન માં બંધ છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર મરીન પોલીસ દ્વારા પોતાની ફરજ તરીકે નું કામ કરી રહ્યા છે અને સાથો સાથ લોકસેવાનું પણ કામ કરી રહ્યા છે.. નવાબંદર પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત આવેલ  PSI કે.વી પરમાર પ્રવીણભાઈ મોરી, સરમણ ભાઈ રબારી, પ્રદીપસિંહ રાયજાદા, દીપેન ખસિયા, દ્વારા ગામડાઓમાં વસેલા ગરીબોને કોરોના વાયરસ થી બચવા માસ્ક નું વિતરણ તેમજ દૂધ અને બિસ્કિટનું વિતરણ કરી એક ઉમદા કાર્ય કર્યા નું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે..