Back

કાલોલ ના વેપારીઓ માનવતા ચુક્યા.જીવનજરૂરી ચીજ વસ્તુઓ ના ભાવો માં લૂંટ મચાવતા કેટલાક વેપારીઓ.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



એક તરફ સમગ્ર દેશમાં કોરોના ને કારણે લોક ડાઉન છે ત્યારે અનાજ કરિયાણાની દુકાન, શાક ભાજી ની દુકાન ખૂલ્લી રાખવા  ની છૂટ આપી છે ત્યારે લોકોએ થોક બંધ ચીજો ખરીદવા માટે દોટ લગાવતા કેટલાક સ્વાર્થી વેપારીઓ એ નફો કમાઈ લેવાની હોડ માં માનવતા નેવે મૂકી હોવાનું બહાર આવ્યું છે. આજ રોજ ખાધ તેલ ની ખરીદી ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી જેમાં ત્રણેક વેપારીઓ એ તેલ ના ડબા દીઠ એકસો થી દોઢસો રૂપિયા વઘારે લીધા હોવાનું જાણવા મળ્યુ છે કાલોલ કુમારશાળા સામે અને પાસે આવેલી બે દુકાનદારો એ ગ્રાહકોને ને બીલ ના નામે  કાચી ચિઠ્ઠી પકડાવી તેલ ના વેપાર માં લૂંટયા હોવાનું જાણવા મળે છે વધુમાં પાન બીડી પડીકી માં પણ ત્રીસ થી ચાલીસ રૂપિયા વધારે લેતા હોવાનું જાણવા મળે છે શાકભાજી ના વેપારીઓ પણ કેમ પાછળ રહે તેઓએ પણ શાકભાજી ના ભાવો માં કિલો દીઠ પાંચ થી દશ રૂપિયા નો વધારો કરી દેતા કાલોલ ના નાગરિકો ને લોક ડાઉન ની શરૂઆત માં જ ભાવ વધારો નડી ગયો છે શાકભાજી ના વેપારીઓ ના જણાવ્યા અનુસાર પૂરતો પુરવઠો આવતો ન હોવાથી વધુ ભાવ લેવામાં આવે છે. બીજી તરફ દુધ નો પણ બમણો ઉપાડ જોવા મળ્યો હતો. કાલોલ માં ખાદ્ય તેલ ની ખરીદી ને કારણે એક જથ્થાબંધ વેપારી ને ત્યાં સ્ટોક પણ ખલાસ થયો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા નાગરિકો ને વધુ ભાવ ન આપવો પડે અને  જીવન જરૂરી વસ્તુઓ નો પૂરતો પૂરવઠો મળી રહે તેવું આયોજન કરવું ઘટે.અમારા પ્રતિનિધિ એ કાલોલ મામલતદાર અને જીલ્લા પુરવઠા અધિકારી ને ફોન થી કાલોલ માં વેપારીઓ દ્વારા ભાવ વધારા ની  લૂંટ અંગે માહિતગાર કર્યા છે અને તંત્ર દ્વારા ચોક્કસ કાર્યવાહી નું આશ્વાસન આપ્યું છે  સરકાર સ્પષ્ટ પણે જણાવે છે કે ખાવા પીવાની કોઈ વસ્તુઓ ની તકલીફ જનતા ને નહિ પડે ત્યારે પ્રજા એ પણ જરૂર પૂરતો જ સામાન ખરીદી ખોટી સંગ્રહ ખોરી થી બચી ને આવા કાળાબજારીયા વેપારીઓ ને ઉતેજન  ન આપવું જોઇએ .

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..