Back

ચારથી વધુ વ્યક્તિઓને જાહેરમાં ભેગા થવુ નહી તે જાહેરનામાનો ભંગ કરનાર છ વ્યક્તિઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરતી માંડવી મરીન પોલીસ

માંડવી કચ્છ :- ઓર્ગેનાઇઝેશન ( WHO ) કોરોનો વાયરસ કોવિડ - ૧૯ ને અસરોને પહોચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરીત હાથ ધરી શકાય તે હેતુસર સરકારશ્રી દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરનામાંઓની ચુસ્ત અમલવારી કરાવવા સારૂ પોલીસ મહાનિરીક્ષકશ્રી સુભાષ ત્રીવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયા સાહેબ પશ્ચિમ કચ્છ - ભુજનાઓની સુચનાઓ દ્વારા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગના માર્ગદર્શન હેઠળ માંડવી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એમ.એન ચૌહાણની આગેવાની હેઠળ માંડવી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જરૂરી તકેદારી બંદોબસ્ત રાખવામાં આવેલ તે દરમ્યાન ક - ૧૭ ૦૦ ના સમયે મોટા સલાયા દામાવાળી ભીટ બાબા અબ્બાસ જલાલી દર્શાહ પાસે કેટલાક લોકો ટોળે વળી ભેગા ઉભેલા હોઇ જેઓ તરફ | પોલીસ જતા નાસવા લાગેલ જેઓ પૈકી છ ઇસમો ( ૧ ) ડાડા સુલેમાન હાલેપોત્રા ઉ . વ . ૩૨ રહે મોચી તળાવ ઈબ્રાહિમ શા પીરની દર્શાહ મોટા સલાયા તા . માંડવી

( ૨ ) આમદ જુણેશ લુહારવાઢા ઉ . વ . ૪૦ રહે મોચી તળાવ ઈબ્રાહિમ શા પીરની દર્શાહ મોટા સલાયા તા . માંડવી

( ૩ ) ઈસ્માઈલસુલેમાન હાલેપોત્રા ઉ . વ . ૩૫ રહે મોચી તળાવ ઈબ્રાહિમ શા પીરની દર્શાહ મોટા સલાયા તા . માંડવી

( ૪ ) અબ્દુલ સિધિક જુણેજા . ઉ વ ૨૮ રહે મોચી તળાવ ઈબ્રાહિમ શા પીરની દર્શાહ મોટા સલાયા તા . માંડવી

( ૫ ) યાકુબ ઈબ્રાહિમ ભટી ઉ . વ ૪૫ રહે વાઘેર ચોક મોટા સલાયા તા . માંડવી

( ૬ ) હારૂન અબ્દુલા ભુસર ઉ . વ . ૩૫ રહે વાઘેર ચોક મોટા સલાયા તા . માંડવી વાળાઓને પકડી તેઓ વિરૂધ્ધ ચારથી વધુ વ્યક્તિઓને બીન જરૂરી રીતે ભેગા થવુ નહી તેવા સરકારશ્રીના જાહેરનામાનો ભંગ કરી આ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવીડ - ૧૯ નો જીંદગી જોખમકારક રોગનો ચેપ પોતાના આ બેદરકારી ભર્યા કૃત્યથી ફેલાવાનો સંભવ હોઇ તેવુ કૃત્ય કર્યા અંગે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર શ્રી એમ . એન ચૌહાણ સાથે ASI નારણભાઈ મુળાભાઈ તથા પો . કોન્સ . જયપાલસિંહ વિક્રમસિંહ તથા પો . કોન્સ . કમલેશભાઈ મેઘરાજભાઈ વિગેરે જોડાયેલ હતા .

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..