Back

ડાંગ જિલ્લાના વઘઇ આહવા અને સાપુતારા માં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો

વાત્સલ્ય ન્યૂઝ ડાંગ

ડાંગ ના વઘઇ આહવા સહીત સાપુતારા પંથક માં વાવાઝોડાં સાથે કમોસમી વરસાદ ને પગલે ખેડુતો બન્યા
ચિંતાતુર..


હાલ ભર ઉનાળે પવના સુસવાટા સાથે ખાબકેલા કમોસમી વરસાદ ના પગલે વઘઇ વાંસદા ના મુખ્ય માર્ગ પર તોતિક વુક્ષ ધરાશાય થતા વાહન વ્યવહાર થોડા સમય માટે થંભી ગયો હતો પણ માર્ગ મકાન ની ટીમે તાત્કાલિક ધોરણે વુક્ષ ને હટાવાની કામગીરી આરંભી વાહન વ્યવહાર ને ફરી આબેતા મુજબ શરૂ કર્યો હતો

એક તરફ કોરોના વાઇરસ એ દેશ માં હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ બે દિવસ થી ડાંગ જિલ્લા નાં ગિરિમથક સાપુતારા, વઘઇ, તેમજ આહવા સહીત નાં પંથકો ના ગામડાઓ માં સવાર થી જ વાતાવરણનાં પલટા સાથે પવન અને વાવાઝોડા સાથે કમોસમી માવઠુ તૂટી પડતા સમગ્ર પંથકોમાં ઉકળાટ વ્યાપી જવા પામયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવી જતા ઉનાળાની ઋતુમાં બદલાવ જોવા મળ્યો હતો, ડાંગ જિલ્લા માં કમોસમી માવઠા રુપી વરસાદ વરસતા વાતાવરણ માં ઘડીક માં ઠંડી તો ધડીક માં ગરમી નો વરસાદી માહોલ સર્જાતા ડાંગ ના ખેડૂતો સહિત જનજીવન ને કોરોના વાઇરસ ના ભરડાને લઇ વિમાસણમાં મુકાયુ હતુ મંગળવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ના ગામડાઓમાં અચાનક વાતાવરણનાં પલટા સાથે ઝરમરીયા વરસાદનાં સ્વરૂપે કમોસમી માવઠુ તૂટી પડતા સમગ્ર પંથક માં ઉકળાટ વ્યાપી જવા પામ્યો હતો, ડાંગમાં પડેલ કમોસમી માવઠાનાં પગલે આદિવાસી ખેડૂતોનાં ઉનાળુ ખેતી સહિત શાકભાજીનાં પાકોને જંગી નુકસાન થવાની ભીતિ ને લઇ ખેડૂતો ચિંતિત બન્યા હતા

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..