Back

માળીયામિંયાણા પીએસઆઈની મહામારીમાં મહાનતા ગરીબ અને વટેમાર્ગનું ફુડપેકેટ આપી માનવતા મહેકાવી

(અહેવાલ: જયેશ બોખાણી)

માળીયામિંયાણા પીએસઆઈ જી.વી.વાણીયા તાલુકા પંથકમાં કોરોના લોકડાઉનની કડક અમલવારીની સાથે પોલીસ પ્રજાની મિત્ર છે તે સુત્રને કપરા સમયે ફુડપેકેટ આપીને સાર્થક કર્યુ પોલીસની માનવતા મહેંકી ઊઠી

માળીયામિંયાણા પંથકમાં પોલીસના સતત પેટ્રોલીંગની સાથે પીએસઆઈ જી.વી.વાણીયા માનવતા મહેકાવાનુ નથી ભુલ્યા પીએસઆઈ સહીતના કાફલાએ વેજલપર જુનાઘાંટીલા રૂટ ઉપર કોરોના વાયરસની લોકડાઉનની કડક અમલવારી માટે ગ્રામ્ય પંથકમાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ તે દરમિયાન વેજલપર પાસે પીએસઆઈએ ગાડી ઉભી રાખીને કચ્છ પોતાના માલઢોર સાથે જતા કચ્છીમાડુઓના બાળકો અને બહેનોને ફુડપેકેટ આપ્યા હતા હાલ લોકડાઉનની વચ્ચે આમ તો પોલીસને જોઈ કડક અમલવારીને કારણે લોકો ડરી જતા હોય છે પણ  અહી એક ક્ષણ ડરવાની હતી પરંતુ પી.એસ.આઈના હાથમાં ફુડપેકેટ જોઈ સહેજ ડર દુર થયો હતો અને  બિસ્કીટ સહીતના ફુડપેકેટ આપીને પોલીસ પ્રજાની મિત્ર છે તે સાર્થક કરી કપરા સમયે સુમસામ રોડ ઉપર બાળકોના ચહેરા પર પોલીસે સ્મિત રેલાવી ખરા અર્થમાં માનવતા મહેકાવી માળીયા પોલીસે ઉમદા કામગીરીની સાથે માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ આમ પીએસઆઈ વાણીયા પોલીસ ફરજની સાથે સેવાકાર્ય કરીને કપરા સમયે વિકટ પરિસ્થિતિમાં લોકો સાથે માનવતાભર્યુ વલણ અપનાવીને ગરીબ લોકોના દિલ જીત્યા હતા. અને પોલીસની આ સરાહનીય કામગીરીએ  માનવ ધર્મ દિપાવ્યો છે. જે માનવીય અભિગમ થકી અન્ય શ્રીમંતો ગરીબ લોકોને મદદરૂપ બને તેવી પ્રેરણા પુરી પાડે તેવુ સેવાકાર્ય કરી માળીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ જી.વી.વાણીયાએ પોલીસ ફરજની પ્રશંસનીય કામગીરી સાથે પોલીસ પ્રજાની મિત્ર હોવાના સુત્રને સાર્થક કર્યુ છે.

હાલ કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વ પર કબ્જો જમાવ્યો છે જે વાયરસને માત આપવા સરકારે કમર કસી છે અને સરકાર દ્વારા સમગ્ર દેશમાં ૨૧ દિવસ લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે કોરોના લોકડાઉનની કડક અમલવારી માટે માળીયા પીએસઆઈ જી.વી.વાણીયા સહીતની ટીમ પંથકના ગામડાઓમા જઈને લોકોને કોરોના વાયરસની મહામારીમાં ઘર બહાર ન નીકળવા અપીલ કરી કડક અમલવારી કરાવાઈ રહી છે સાથે ફુડપેકેટ આપીને ગરીબ લોકોને મદદરૂપ બનીને પોલીસે માનવતાની જ્યોત જગાવતા માનવતા મહેંકી ઉઠી છે આજની આ કપરી પરિસ્થિતિઓમાં પોલીસ પોતાના ઘર પરીવારને ભુલી પોતાની ફરજ ખડેપગે રહી બજાવે છે જો પોલીસ આટલી 

માળીયા (મિયાણા) શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..