Back

મોરબી: બ્યુટીપાર્લરમાં વર્ક કરતા બહેને જરૂરીયાતમંદ પરિવારને રાશનકીટ વિતરણ કર્યું

(અહેવાલ: જયેશ બોખાણી)

મોરબી: કોરાના વાયરસના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન કરાયું છે. ત્યારે રોજબરોજનું ખાવી દિવસનો ગુજારો કરતા પરિવાર માટે વિકટ પરિસ્થિતિ ન સર્જાય તે માટે મોરબીના માનવતાવાદી લોકો ખડેપગે રહી જરૂરીયાતમંદ લોકોને મદદ કરી રહ્યા છે. મોરબીમાં અનેક સંસ્થા, ટ્રસ્ટ, ગ્રુપો, રાજનૈતિક પાર્ટીઓ, પોતાનું યોગદાન આપી માનવતા મહેકાવી રહ્યા છે. ત્યારે મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં રહેતા અને બ્યુટીપાર્લરમાં વર્ક કરતા ચૌહાણ શિતલબેને પોતાના એક મહિનાનો પગાર જરૂરિયાતમંદ લોકોને ચા, ખાંડ, તેલ, મરચું, લોટ, બટાટા વગેરે રાશનકીટ વિતરણ કરી માનવતાની મહેક પ્રસરાવી હતી.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..