Back

નર્મદા જિલ્લાના વિસ્તારમાં કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે સારૂ કોઇપણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર નિકળવું નહીં

 લોક ડાઉન ના કડક અમલ માટે  ગેર કાયદેશર  અવરજવર  કરતા વાહનો અને લટાર મારવા નીકળતા લોકોને અટકાવવા હવે  પ્રશાસન આક્રમકઃ મૂડમાં  જિલ્લાની હદ પસાર કરવા પર પણ પ્રતિબંધ 


નર્મદા - અનીશ ખાન બલુચી 


રાજપીપળા – શુક્રવાર – ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયના હુકમ તા.૨૪/૩/૨૦૨૦ ના હુકમ અન્વ્યે તા. ૨૫/૩/૨૦૨૦ થી ૨૧ દિવસ માટે સમગ્ર ભારતમાં લોકડાઉનનો અમલ જાહેર કરવામાં આવ્યો છે. આમ છતાં કેટકાક લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળી રહ્યા હોવાના કારણે કોરોના વાઇરસનું સંક્રમણ થવાની શક્યતાઓ નકારી શકાય નહીં. જેથી આવા બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળીતા લોકોને અટકાવવા અને લોકડાઉનની ચુસ્તપણે અમલવારી કરવા માટે નર્મદા જિલ્લામાં જાહેર જનતાની સલામતી માટે તથા કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે સારૂ નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.આર. કોઠારીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા કેટલાક પ્રતિબંધ ફરમાવ્યા છે. જે અંતર્ગત સમગ્ર નર્મદા જિલ્લાના વિસ્તારમાં કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે સારૂ કોઇપણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર નિકળવું નહીં કે અવરજવર કરવી નહીં અને જિલ્લાની હદ પસાર કરવી નહીં. તેમજ લોકડાઉનની ચુસ્તપણે અમલવારી કરવી. આ હુકમની અમલવારી તા.૨૮/૩/૨૦૨૦ ના ૦૦:00 કલાકથી તા.૧૪/૪/૨૦૨૦ ના રોજ ૨૪:00 કલાક સુધી કરવાની રહેશે.

 

આ હુકમ જે વ્યક્તિ સરકારી ફરજ ઉપર તેમજ કેન્દ્ર સરકાર / ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલી રોજીંદા જીવન જરૂરિયાતની આવશ્યક ચીજ-વસ્તુઓના ધંધા / વ્યવસાયમાં સંકળાયેલ લોકોને તેમજ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવનારને લાગું પડશે નહિ.

 

આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવેલ છે. 


ગુરુડેશ્વર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..