Back

હાલોલ:રેફરલ હોસ્પિટલમા આઇસોલેશન વોર્ડ તમામ રીતે સજ્જ,આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે.

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી


  પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વળું મથક હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે કોરોના વાયરસ ના પગલે આઇસોલેશન વોર્ડ તૈયાર કરી વહીવટી તંત્ર  તેમજ મેડિકલ ટીમ સજ્જ છે પરંતુ આજ દિન સુધી કોરોના વાયરસ નો તો ઠીક પણ તેના લક્ષણ ધરાવતો એક પણ કેશ આખા હાલોલ તાલુકા માં મળી નહિ આવતા વહીવટી તંત્ર તેમજ મેડિકલ ટીમને હાશકારો અનુભવાયો છે.

   દેશ સહીત સમગ્ર વિશ્વ માં હાહાકાર  મચાવનાર કોરોના વાયરસ ને પગલે દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ દેશવાશીઓને કોરોના વાયરસ જેવા ભયજનક રોગ સામે લઢી લેવા 21 દિવસ ઘરમાંજ બેસી રહેવા અપીલ કરવામાં આવી છે જેને લઇ સમગ્ર દેશ ને લોકડાઉન જાહેર કરતા વહીવટી તંત્ર  તેમજ પોલીસ કર્મીઓ પોતાની ફરજ નભાવી રહી છે જયારે આવા મહામારી જેવા રોગ સામે રક્ષણ આપવા મેડિકલ ટિમ પણ ચોવીસ કલાક એરાઉન્ડ ઘી કલોક તેનાત કરવામાં આવી છે જે અંતર્ગત હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે કોરોના વાયરસ જેવા રોગ ને લઇ અલગ થી આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે પરંતુ આજ દિન સુધી એક પણ કેશ કોરોના તો ઠીક પણ તેવા લક્ષણ ધરાવતો હોય તેવો એક પણ કેશ હજુ સુધી હાલોલ તાલુકા માં થયો નથી તેમ મેડિકલ ટીમ દ્વારા જાણવા મળી આવ્યું છે.વધુમાં જણાવ્યા મુજબ હોસ્પિટલ ખાતે આઇસીયુ તેમજ ૧૦ વેન્ટીલેટર ની તૈયારી થઈ ચૂકી છે અને તમામ પ્રકારની વાઈરસ ઇન્ફેક્શનને લગતી ઈમરજન્સી દવાઓ અને રેસ.આઈ.પી.રેટરી અને સ્પોર્ટરી કેર ને લગતા ઉપકરણ ની તૈયારી પણ થઈ ચૂકી છે જ્યારે રાબેતા મુજબ ઓ.પી.ડી પણ ચાલુ છે અને દવાનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં છે અને આઇસોલેશન વોર્ડમાં બેડ વધારવાની તૈયારી થઈ ચૂકી છે જયારે તંત્ર અને મેડિકલ ટિમ સજાગ થઈ ખડેપગે સેવા બજાવી રહ્યા છે.

● હાલોલ રેફરલ હોસ્પિટલ પ્રસાશન દ્રારા જાહેર જનતાને અપીલ કરવામા આવી રહી છે.તાવ, શરદી ખાસી થતી હોય તો તાત્કાલિક સારવાર લેવાની અપીલ કરી રહ્યુ છે.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..