Back

ભરૂચ વિપક્ષ દ્વારા સીઓ ને દરેક વોર્ડની ગલીઓ,સોસાયટી તેમજ મહોલ્લાઓમાં દવાનો છંટકાવ અને સેનિટાઈઝર કરવા માટે રજૂઆત

હાલ કોરોના વાયરસ ની મહામારી ને અટકાવ માટે ભરૂચ શહેરના વિસ્તારો માં હાલ મુખ્ય રસ્તાઓ પર સેનિટાઈઝર ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં નગર પાલિકાના તમામ અધિકારી કર્મચારી રાત દિવસ એક કરીને શહેર ને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા મહેનત કરી રહ્યા છે તે બદલ આપ સર્વના ભરૂચ પાલિકાના વિપક્ષી નેતા સમશાદઅલી સૈયદ ને શહેર પ્રમુખ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ચીફ ઓફિસર ને રજૂઆત કરવામાં આવી હતી કે ભરૂચ શહેરના તમામ વોર્ડ માં આવેલ ગલીઓ,સોસાયટીઓ,મહોલ્લાઓ અને શેરીઓ તથા શહેરના આંતરિક રસ્તાઓ પર દવાનો છંટકાવ અને સેનિટાઈઝર કરવામાં આવે તેમજ દરેક ગલીઓને સ્વચ્છ કરવા માટે સફાઈ કામદારો કામે લગાવવામાં આવે તેવી જરૂરી સૂચનાઓ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..