Back

ભરૂચ.ભીડભંજનના વૈરાગીવાડ વિસ્તારમાં શાકભાજી નું વિતરણ કરાયુ

હાલ દેશમાંચાલી રહેલ કોરોનો વાઈરસની મહામારી ને લઈ સમગ્ર દેશ માં લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી છે જેને પગલે સમગ્ર ગુજરાતમાં લોકો ઘર માં પુરાયા છે અને કોરોના વાયરસ વધુ ન પ્રસરે તેના માટે સરકાર દ્વારા તેની સાવચેતી પણ રાખવામાં આવી રહી છે ભરૂચ શહેર અને જીલ્લામાં પણ લોકડાઉન નું લોકો દ્વારા પાલન કરવામાં આવી રહ્યુ છે અને સાવચેતીના ભાગરૂપે માત્ર જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ લેવા માટે બહાર નીકળી રહ્યા છે ત્યારે ભરૂચના ભીડભંજન વિસ્તારમાં રહેતા મધ્યમવર્ગીય લોકોને છેલ્લા ત્રણ દિવસ થી વોર્ડના માજી નગર સેવક પ્રવિણ કટારીયા તેમજ  ધીરેન કટારીયા અને સેવાભાવી લોકો યુવાનો દ્વારા શાકભાજીનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે જેમાં આજરોજ વૈરાગીવાડ,આલી કોલીવાડ અને મૌઝમખાનોડેલો  સહિતના વિસ્તાર માં 400 થી વધુ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે હાલ માં કોરોના વાયરસના કહેર ને પગલે લોકો ભયભીત છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોકો ને ભોજન,જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ નું વિતરણ કરવામાં આવી રહ્યુ છે તો બીજી તરફ પાલિકાના નગર સેવકો અને માજી નગર સેવકો દ્વારા પણ શાકભાજી સહીત જીવન જરૂરીયાત ની ચીજ વસ્તુઓનું વિતરણ કરી રહ્યા છે

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..