Back

સેલ્યૂટ / આરોગ્ય કમિશનર જયંતિ રવિ 10 દિવસથી રોજના 20 કલાક કામ કરે છે, 'ને લોકોને બહાર લટાર મારવા નીકળવું છે!

ગાંધીનગર

એકબાજુ સમગ્ર દેશ કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે બીજીબાજુ પ્રધાનમંત્રીથી માંડીને ક્લાર્ક પ્રેસિડેન્ટ સુધી તમામ અધિકારીઓ રાત-દિવસ એક કરી પ્રજાની સેવા કરી રહ્યાં છે. ત્યારે એવા જ એક અધિકારી છેલ્લા 10 દિવસથી સતત 20 કલાક કામ કરે છે. એ અધિકારી એટલે ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ. હા, તેઓ કોરોનાની મહામારીમાં પણ પરિવારની, પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર સતત 20 કલાક કામ કરી રહ્યાં છે


લોકોએ સહકાર આપવાની જરૂર છે
મહત્વનું છે કે, ખરેખરી ધગશથી પોતાની ફરજ નિભાવી રહેલા ડોક્ટર જયંતિ રવિ પોતાના કામને લઇને પ્રતિબદ્ધ છે. જ્યારે લોકો એક લટાર માર્યા વગર નથી રહી શકતા. માત્ર જયંતિ રવિ જ નહીં, આખું આરોગ્ય વિભાગ સતત આ મહામારીમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે લોકોએ તેમને સહકાર આપવાની જરૂર છે. જેથી ગુજરાત ઝડપથી કોરોના મુક્ત થઈ શકે. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગની અને સરકારની મહામહેનતને કોરોનાની અસર મહદઅંશે ઓછી કરવામાં ગુજરાત સફળ રહ્યું છે.

કોણ છે ડો. જયંતિ રવિ?
વર્ષ 2002માં ડો. જયંતિ રવિ પંચમહાલ જિલ્લાના કલેક્ટર હતા. ત્યારબાદ શિક્ષણ વિભાગ, ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યલય જેવા વિભાગોમાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. આ સિવાય તેઓ કડક વહીવટકર્તા છે. તેઓ 11 જેટલી ભાષા જાણે છે. તેમણે સંસ્કૃત ભાષામાં ઘણા પુસ્તકો પણ લખ્યા છે. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધી છે. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી હાવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે મેનેજમેન્ટ વિષયમાં PhD પણ કર્યું છે.

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..