Back

"LockDown-Lockdown" પોતાનો પોતાની સાથે નો સમય અને વર્તન કેવું એ જાણવાનો સમય - મોનાલી સુથાર

છેલ્લા ઘણા સમયથી કોરોના ની મહામારી અને સમસ્યાના કારણે ખાલી ભારત દેશ જ નહીં આખી દુનિયા પરેશાન છે. હજી સુધી એનો કોઈ ઈલાજ શોધાયો નથી એ વાત આપણે સૌ જાણીએ છીએ, એટલે પોતાની જાતને અને આપના પરિવારને આનાથી બચાવવા માટે ઘરની ચાર દીવાલોમાં રહ્યા સિવાય કોઇ વિકલ્પ જ રહ્યો નથી. આવા કપરા સમયમાં સોશિયલ મીડિયાથી લઇને દરેક જગ્યાએ એ જ વસ્તુ વાયરલ છે કે કરવું શું???

 જ્યારે આપણી પાસે કરવા માટે કંઈ જ ના હોય, કંઈ જ ના હોવાનો મતલબ બે સમયનું ભોજન કમાવવું, રહેવા માટેની સારી જગ્યા, જો હોય તો વધારે સારી જગ્યા અને એ પણ હોય તો પૈસા ભેગા કરવા અને એ જ વસ્તુ નવી પેઢીને - આવનારી પેઢીને આપવા માટે તૈયાર કરવી અને આપવી. બસ કદાચ આટલું જ!! બહુ ભાગા-ભાગીની જિંદગી માં આ જિંદગી શેના માટે છે, આની સાથે આપણે શું કરી શકીએ, જો આ પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટે આ અમૂલ્ય જિંદગી પૂરી કરવાની ના હોય તો આપણે આની સાથે શું કરી શકીએ?!!!  પણ આવું વિચારવાનો સમય કદાચ આપણને મળ્યો જ નથી!!.

 ...પણ આભાર માનીએ આપણે આ કોરોનાનો કે  એ એક જ  સારું પાસુ હોય ભલે ને, પણ એણે 120 કિમીની ઝડપે ચાલતી આ જીંદગીમાં બ્રેક લગાવીને જાણે બિલકુલ સ્ટોપ કરી દીધા આપણને. ઘણાખરાના મેસેજ જોયા ફેસબુક, સ્ટેટ્સ, ગ્રુપ, સોશિયલ મીડિયા દરેક વસ્તુ આનાથી જ ભરેલું છે કે "કરવું શું" ???  પણ શા માટે? એક સવાલ પોતાની જાતને તો પૂછીએ કે કેમ આવી તકલીફ પડી આપણને!!!!  કેમ કે આપણે આવો સમય ક્યારેય પસાર કર્યો જ નથી, પોતાનો સમય, જ્યાં આપણે પોતાની જાતને જાણી શકીએ, સમજી શકીએ દરેકે દરેક વસ્તુ અને મારા મત મુજબ આ એક જ વસ્તુ છે કે જે જીવનમાં કદાચ પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ, કેમ કે એનાથી જ દરેક દરેક વસ્તુ નક્કી થતી હોય છે, તમારા બીજાની સાથેના સંબંધો વ્યવહારો, જીવનમાં પ્રેમ, બીજાના માટે લાગણી, સંભાવના, દરેક પરિસ્થિતિને હસતા મોઢે સાંભળવાની, સહેવાની તમારી ક્ષમતા, બધુ એના પર જ આધાર રાખતું હોય  છે. કોઈ મહાન વ્યક્તિએ કીધું છે કે તમે બીજાની સાથે કંઈ રીતે વર્તન કરો છો, કંઈ રીતે પરિસ્થિતિને જોવો છો, વર્તો છો એ દરેકે દરેક વસ્તુ તમે કેવા છો એના પર જ આધાર રાખે છે, પણ આજ સુધી આપણે આ વસ્તુ વિચારી જ નથી અને કદાચ વિચારવા માટે સમય જ નથી મળ્યો આપણને ????

..... ખબર બધી પડી ગઈ, તો કેમ ના વિચારવામાં આવે? કુદરત, પરિસ્થિતિ કે તમને જે ગમે એ નામ આપી દો પણ એના પ્રતાપે આપણને આ સમય મળ્યો જ  છે તો આપણે એનો ઉપયોગ પણ કરી લઈએ. આ દિવસો અને આ સમય આપણા માટે અને પોતાના માટે! બધાની તરફ તો ઘણી આંગળીઓ ઉઠાવી આ સમય હવે આંગળી ની દિશા બદલવાનો. શું ખબર આ સમય પૂરો થતાં સુધી આપણે આપણું જ કોઈ બેસ્ટ વર્જન બની જઈએ "More Lovable, More Joyful", વધારે પ્રમાણ માં ખુશીઓ ફેલાવવા વાળુ, દરેક વસ્તુમાં પ્રશ્ન ને બદલે સુજાવ શોધવા વાળુ, આ શું કર્યું ને બદલે કેમ અને હવે શું પૂછવા વાળુ, તો આવો આ મળેલા સમયનો  સૌથી સારો ઉપયોગ કરીએ   #Metime.... માટે પોતાને જ બેસ્ટ વર્જન બનાવવામાં, શું ખબર શું મળી જાય....... જે પણ મળે મને કેહવાનું ભૂલતા નહિ....  હું તો always "#Metime"  માં જ......


Monali suthar

Concept of living

monalisuthar1210@gmail.com

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..