Back

કાલોલ ના અંતરિયાળ ગામોમાં મુસ્લીમ સમાજ દ્વારા અનાજ ની કિટો નું વિતરણ કરી માનવતા મહેકાવી..

પંચમહાલ.કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



કાલોલ ના મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા શનિવારે કાલોલ ગામના છેવાડે ઉપર આવેલા  આદિવાસી વિસ્તારમાં આદીવાસી પ્રજા વચ્ચે  વિવિધ પ્રકારની આઠ દિવસ ચાલે એટલી ખાદ્ય-સામગ્રી જેમાં ચોખા, દાળ,મસાલા, તેલ,મરચુ, હળદર ની ૬૨૦ જેટલી કીટનું વિતરણ કરેલ આવા આપત્તિઓનાં સમયે દરેક સમાજને નાતજાતના ભેદભાવ વગર વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું હતું.હાલ સમગ્ર વિશ્વમાં  કોરોના નો વાયરસ પ્રકોપ જોવા મળી રહ્યો છે અને પ્રધાનમંત્રી ધ્વારા ભારતમાં લોકડાઉન ની જાહેરાત કર્યા બાદ હાલ સમગ્ર ભારતમાં કર્ફ્યુની સ્થિતિ છે ત્યારે સામાન્ય માણસને ભારોભાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને રોજ કમાઈને રોજ ખાનારા એવા વર્ગમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો લોકોમાં જોવા મળી રહ્યો છે ત્યારે માનવતાનું ઉદાહરણ પુરૂં પાડતા અનેક કિસ્સાઓ સામે આવે છે.અને જરૂરિયાત મંદ વિસ્તારોમાં લોકોના ઘરે જઇને જમવાનું તેમજ ખાદ્ય-સામગ્રીનુ વિતરણ કરવામાં આવે છે.  જેમા ગોળીબાર ગામ માં ,અલવા ગામમાં ,મલાવ માં ,બોરૂ માં , અને કાલોલ ગામમાં વહેચણી કરી હતી.  કાલોલ શહેરના તમામ મુફ્તીઓ તેમજ આલીમો ધ્વારા જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં જ્યારે વિવિધ સ્થળોએ લોકોમાં ફફડાટ ફેલાયેલો છે અને લોકોને જીવન જરૂરિયાતની ચીજો મેળવવાની પણ મુશ્કેલ બની ગઈ છે ત્યારે આવા સેવાભાવી કામો માં આગળ આવવું જોઈએ .જેમાં કાલોલ ના સમસ્ત મુસ્લિમ સમાજ અને તેના અગ્રણીઓ આગળ આવીને સમાજ ના છેવાડાના ખેતમજૂરી, શ્રમજીવીઓ, ગરીબો ને વિતરણ કરી માનવ સેવા નું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..