Back

નર્મદા: તિલકવાડા તાલુકામાં કચરો સાફ કરવા બોલાવી ૬ વર્ષની બાળકીની જાતીય સતામણી:પોસ્કો દાખલ

નર્મદા: તિલકવાડા તાલુકામાં કચરો સાફ કરવા બોલાવી ૬ વર્ષની બાળકીની જાતીય સતામણી:પોસ્કો દાખલ


પરણિત પાડોશી યુવાને બદકામ કરવાના ઇરાદે માસૂમ બાળકી સાથે આ કૃત્ય કરતા પોસ્કોનો ગુનો દાખલ


રાજપીપળા : જુનેદ ખત્રી


નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના એક ગામમાં ૬ વર્ષીય બાળકીને પાડોશી પરણિત યુવાન વિક્રમ મનાભાઇ તડવી એ પોતાના ઘરમાં કચરો સાફ કરવાના બહાને બોલાવી તેની સાથે બદકામ કરવાના ઇરાદે જાતીય સતામણી કરતા આ બાબતે બાળકીની માતાએ યુવાન વિરુદ્ધ તિલકવાડા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે પોસ્કો સહિતની કલમ લગાવી તપાસ હાથ ધરી છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..