Back

મોરબીના યુવાનોએ ગરીબ-નિરાધાર લોકોને ઘરે ટીફીન પહોંચાડી માનવતા મહેકાવી

(અહેવાલ: જયેશ બોખાણી)

મોરબી: હાલ કોરાના વાયરસના કારણે સરકાર દ્વારા ૨૧ દિવસ લોકડાઉન કરવામાં આવ્યું છે. આ દરમિયાન રોજનું રોજ કમાઈને રળી ખાતા ગરીબો ભુખ્યા ન રહે તે માટે મોરબી જીલ્લામાં વિવિધ સંસ્થાઓ અને અસંખ્ય સેવાભાવી દ્વારા સેવાયજ્ઞ શરૂ કરાયો છે.

ત્યારે મોરબીના નવ યુવાનો પણ આ સેવાકાર્યમાં જોડાય વીસી ફાટક પાછળ આવેલ રોહિદાસપરા વોર્ડ ને.૨માં રહેતા ગરીબ નિરાધાર પછાત લોકોને ઘરે  ઘરે જઈને  જમવાનું ટીફીટ પહોંચાડી માનવતા મહેકાવી હતી. આ સેવાકાર્યમાં મનુભાઈ સારેસા, ધર્મેશભાઈ મકવાણા, સાવનભાઈ વાઘેલા, હરેશભાઈ ચૌહાણ, હસમુખભાઈ મકવાણા, અશોકભાઇ કાટિયા, સુખાભાઈ મકવાણા, મહેશભાઈ, સંજયભાઇ બાલાસરા વગેરે વ્યકિતઓ જોડાય ઉમદા કામગીરી સાથે સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કર્યું હતું.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..