Back

મહામારીને રોકવા લોકડાઉન એક માત્ર સારો, સાચો અન સસ્તો વિકલ્પ - દિલિપ દલસાનિયા

સમગ્ર વિશ્વ હાલ કોરોના વાઇરસની મહામારીથી પીડિત થઈ ગયું છે. અને હજારો લોકો મોતને ભેટી ચુક્યા છે. એ પણ સારા સારા દેશના લોકો કે જેઓ આરોગ્યની સુવિધાઓ દુનિયામાં ઘણી આગળ છે..

             મિત્રો જો આપણાં દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધશે તો આપણે વિચારી પણ ના શકીએ એવી ભયંકર સ્થિતિનું નિર્માણ થશે. સંક્રમણના વધે એના માટે હાલ સમસ્ત દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. અને આ લોકડાઉન એક માત્ર સારો, સાચો અને સસ્તો વિકલ્પ છે. આ મહામારી ને રોકવાનો.

      એક આરોગ્ય કર્મચારી તરીકે મેં લોકડાઉનના સમયમાં ઘણા બધા વિસ્તારોની મુલાકાત લીધેલી છે. અને મારા અનુભવ પરથી કહું તો લોકો આ લોકડાઉન ને સિરિયસ લેતા નથી નાકે નાકે અને ચોકે ચોકે લોકોના ટોળાઓના ટોળા ઉભા હોય છે. એ પણ કોઈ પણ પ્રકારના કામકાજ વગર જે ખુબજ ગંભીર પરિસ્થિતિ ઉભી કરી શકે છે.

      મિત્રો એક કોરોના વાઇરસથી સંક્રમિત વ્યક્તિ બીજા ૧૦૦ વ્યક્તિઓને કોરોના વાઇરસ નો ચેપ લગાડી શકે છે અને એ ૧૦૦ વ્યક્તિ લાખોની સંખ્યામા લોકો ને સંક્રમિત કરી શકે છે. જો આવી પરિસ્થિતિ નું નિર્માણ ના થાય એના માટે આપણે આપણા વિસ્તાર દીઠ 3 લોકોની ટિમ બનાવી આવા ટોળા વારી ને ઉભા લોકો ને સમજાવી શકીએ છીએ. અને બહારથી આવતા લોકો ને આપણા વિસ્તાર માં ના પ્રવેશવા માટે કહેવું જ પડશે(હાલ સારી સારી સોસાયટી માં બહારના લોકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.) અને આ બધું કરવુંજ પડશે નહીતો ખુબજ ભયંકર પરિણામ આવશે એમાં શંકા ને કોઈ સ્થાન નથી....


સંકલન

-દિલીપ દલસાનિયા

મોરબી

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..