Back

ટંકારા તાલુકાના સજનપર ગામે પ્રવેશ બંધી

ગ્રામપંચાયતના મહિલા સરપંચની અધ્યક્ષતામાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવા સમિતીની રચના કરવામાં આવી

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીને પહોચી વળવા સરકારશ્રીના લોકડાઉન જાહેરનામાનો ભંગ ન થાય અને મારુ ગામ સુરક્ષિત રહે તે હેતુથી લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરી ગામના જાગૃત મહિલા સરપંચે કાર્યકરોની નવ વ્યક્તિની સમિતી બનાવી ગામની કિલ્લેબંધી અને તમામ માર્ગશીલ તેમજ અજાણ્યા માણસોને નો-અેન્ટ્રી કરી શક્તિશાળી મહિલા સરપંચ તરીકે ઉભરી આવ્યાનો કિસ્સો સામે આવ્યો છે.

ટંકારા તાલુકાના  સજનપર ગ્રામપંચાયતના મહિલા સરપંચ શ્રીમતિ ભાવનાબેન અશોકભાઈ બરાસરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ કોરોના વાયરસનો હાહાકાર છે અને સરકારશ્રીના જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવા તાકિદની બેઠક બોલાવી ગામના જાગૃત નાગરીકોની નવ વ્યક્તિની સમિતી બનાવી કોઈપણ અજાણ્યા ચમરબંધીને ગામમાં પ્રવેશ ન આપવો તેમજ ગામના લોકોને પણ ઘર બહાર શેરી-ગલીઅોમાં મિટીંગો તેમજ ચહલપહલ ન કરવા જણાવ્યું હતું. અને ગામની કરીયાણાની કે શાકભાજીની જીવનજરુરિયાતની દુકાનો પણ સમય મર્યાદામાં ખુલી રાખવા સમય ફાળવ્યો છે તેનો અમલ કરવા કાયદાની રુઅે નહી રહેનારને કાયદાના પાઠ ભણાવતા પણ ગ્રામપંચાયત ખચકાશે નહી તેવી સ્પસ્ટ શબ્દોમાં ચિમકી ઉચ્ચારી છે ત્યારે આપણી ગુજરાતી કહેવત અનુશાર "નારી તું ના હારી" પંક્તિને ઉજાગર કરતો કિસ્સો સામે આવ્યો છે ત્યારે નારી શક્તિની સામે કોરોના વાયરસને પણ મ્હાત થવું પડશે આમ જો અેક મહિલા સરપંચની જેમ દરેક ગ્રામપંચાયતના સરપંચ જાગૃત બને અને ચુસ્તપણે કાયદાનો અમલ આમજનતામાં કરાવે તેવી દરેક મોરબી જીલ્લાના સરપંચોને મારી બે હાથ જોડી નમ્ર અપીલ કરુ છું. જો ગામડાઅો આબાદ તો જ દેશ આબાદ રહેશે તેવું અંતમાં જણાવ્યું હતું

Dhaval Trivedi 

    

          

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..