Back

સરકાર દ્વારા લોકડાઉનના સમયે આર્થિક મદદ આપવાનનો નિર્ણય બાદ ફોર્મ મેળવવા રાજપીપલા પાલીકા ઓફિસે લોકોના ટોળા

સરકાર દ્વારા લોકડાઉનના સમયે આર્થિક મદદ આપવાનનો નિર્ણય બાદ ફોર્મ મેળવવા રાજપીપલા પાલીકા ઓફિસે લોકોના ટોળા

રાજપીપળા : જુનેદ ખત્રી

સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા નાના ધંધાદારીઓને લોકડાઉન ના સમય દરમીયાન આર્થિક મદદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે બાબતની માહિતી સોસીયલ મીડિયાઉપર ફરતી થતા જાહેરનામું લાગુ હોવા છતાં પાલિકા કચેરી પર આ યોજનામાં લાભ લેવા માટે લોક ટોળાં ઉમટી પડ્યા હતા

જોકે આ બાબતે પાલિકા ટીમ ગામ માં ઘરે ઘરે સર્વે કરશે તેવી માહિતી ફરતી હોવા છતાં લોકોમાં ગેર સમાજ ઉભી થઇ અથવા ઉતાવળે સહાય મેળવવા ઇચ્છતા લોકો પાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા

અત્રે એ ઉલ્લેખનીય છે કે કોરોના ને લઇ લોકડાઉન ના કારણે સરકારનું જાહેરનામું લાગેલું હોઈ કોઈપણ સરકારી યોજનાઓ માટે ઉતાવડા ન બની કાયદાનો આમલ પ્રજાએ કરવો જોઈએ જ્યારે સરકારે પણ આવા સમયે આવી યોજનાઓ બાબતે ઉતાવળ ન રાખવી જોઈએ

◆ પાલિકા ની ટિમ ઘરે આવશે કોઈએ પાલિકામાં આવવાની જરૂર નથી....જયેશ પટેલ ,ચીફ ઓફિસર રાજપીપલા નગરપાલિકા

આ બાબતે પાલિકા ના ચીફ ઓફિસર જયેશ પટેલે જણાવ્યું હતું કે જે સરકાર દ્વારા યોજના બહરપાડવામાં આવી છે જે સંદર્ભે પાલિકા ટિમો વોર્ડ વાઇસ પ્લાનિંગ કરી ઘેર ઘેર જશે અને ફોર્મ ભરશે જેને લાગતું હોય કે તે વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા યોગ્ય હોય તો તે ફોર્મ ભરી શકે છે ખોટી દોડાદોડ કરવી નહીં

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..